ઐસા ભી હોતા હૈ : 44 લાખમાં બન્યા સરપંચ

મધ્યપ્રદેશના ભટૌલી ગામમાં ચૂંટણી વગર મળ્યા સરપંચ, જાણો શું છે મામલો

મધ્યપ્રદેશની એક પંચાયતના ગામવાસીઓએ સરપંચને પસંદ કરવા માટે એક અનોખી પદ્ધતિ અપનાવી છે. અહીં સરપંચ પદ માટે ઉમેદવારોની પસંદગી માટે હરાજીમાં બોલાવી હતી. તેની પાછળનો ગ્રામલોકોનો હેતુ એ છે કે ઉમેદવારો મત મેળવવા માટે પૈસાનો ખોટો ઉપયોગ નહીં કરે,બોલી બોલીને જે પૈસા મળશે તેનાથી ગામનો વિકાસ કરવામાં આવશે,આ ઉપરાંત ચૂંટણી માટે ઉમેદવારો વચ્ચે કોઈ હરીફાઈ અને સંઘર્ષ ઉભો નહીં થાય. આ કિસ્સો મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાના ભટૌલી ગ્રામ પંચાયતનો છે. સરપંચ પદ માટે ચાર દાવેદારો હતા.

ઉમેદવારોની પસંદગી માટે 21 લાખ રૂપિયાથી બોલી શરૂ થઈ હતી. આ પછી આ બોલી 43 લાખ પર પહોંચી અને બાદમાં 44 લાખની બોલી લગાવ્યા બાદ એક ઉમેદવારને સરપંચ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. ઉમેદવારનું નામ સૌભાગ સિંહ યાદવ છે. જો કે, સ્થાનિક અધિકારીઓએ કહ્યું છે કે આ પદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા સહિતની યોગ્ય ચૂંટણી પ્રક્રિયાને અનુસરવી પડશે. આ પંચાયતમાં સરપંચ પદ માટે અન્ય કોઈ વ્યક્તિ ચૂંટણી લડશે નહીં. સૌભાગ સિંહ યાદવ એક મંદિરની બિડમાં સર્વસંમતિથી “ચૂંટવામાં” આવ્યા હતા. ગ્રામજનોએ હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું અને નવા સરપંચ તરીકે જાહેર કર્યા. પંચાયતની ચૂંટણીમાં તેમની સામે કોઈ ઉમેદવારી નોંધાવશે નહીં તે પણ નક્કી થઇ ગયું છે.

આ સંદર્ભમાં કહેવામાં આવી રહ્યું છે કે જો ઉમેદવાર બિડ હેઠળ 44 લાખ રૂપિયા જમા કરાવવામાં નિષ્ફળ જાય છે, તો તેના નજીકના હરીફ ઉમેદવારને મોકો આપવામાં આવશે,જે ગામ સમિતિનો ભાગ હતા. જો, સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રક્રિયાને માન્યતા આપવામાં આવશે નહીં. એક અધિકારીએ જણાવ્યું હતું કે, “કોઈ પણ ચૂંટણી લડે છે, તેણે ફોર્મ ભરવાનું રહેશે. જો સરપંચ પદ માટે ફોર્મ આવે છે અને તે માન્ય રહેશે, તો તે જ વ્યક્તિને સરપંચ તરીકે ચૂંટવામાં આવશે. જો કે, આ પ્રક્રિયા હેઠળ, બોલી લગાવનાર વ્યક્તિ સરપંચ પણ બની શકે છે.

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ પંચાયત ચૂંટણી માટે જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધી ત્રણ તબક્કામાં મતદાન થશે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો છે કે શિવરાજ સિંહ ચૌહાણ સરકારે રાજ્યમાં આગામી પંચાયત ચૂંટણી માટે અનામત પરિભ્રમણના ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી