ઐશ્વર્યા જેવી જ દેખાય છે આ મોડલ, જુઓ Pics

બોલીવુડ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યાની ગણના દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં થાય છે.

ઐશ્વર્યા રાય બચ્ચન 1994માં મિસ વર્લ્ડ બની હતી અને ત્યારથી આજ સુધીમાં તેમની સુંદરતા યથાવત રહી છે.

થોડા સમયથી સોશિયલ મીડિયા પર એક ઈરાની મોડલની તસવીરો વાયરલ થઈ રહી છે જેને ઐશ્વર્યા રાય બચ્ચનની કાર્બન કોપી ગણવામાં આવી રહી છે.

ઐશ્વર્યા રાય બચ્ચન જેવી દેખાતી મોડલનું નામ મહલાધા જબેરી છે. ઈરાની મોડલ મહલાધાના ઈંસ્ટાગ્રામ પર 28 લાખ ફોલોવર્સ છે.

મહલાઘા સોશલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે અને તેની ખૂબસૂરત તસવીરોને લઈને ચર્ચામાં રહે છે.

મહલાઘા વ્યસાયિક રીતે મોડેલ છે. તેની બહેનનાં કહેવા પર તેણે મોડેલીંગ શરૂ કર્યું હતું. બોલ્ડ ફોટોશૂટના કારણે તે ચર્ચામાં રહે છે.

મહલાઘા જાબેરી મૂળ ઈરાનની છે અને હાલમાં તે યૂએસએમાં રહે છે.

તેણે શેર કરેલી તસવીરોની સરખામણી ઐશ્વર્યા સાથે થાય છે અને તેને લોકો એકબીજાની કાર્બન કોપી ગણાવે છે.

મહલાધાની આંખ, નાક, હેર સ્ટાઈલ વગેરે ઐશ્વર્યા રાય જેવા દેખાય છે. મહત્વપૂર્ણ છે કે એક મેગેઝીનએ મહલાધાને દુનિયાની સૌથી સુંદર મહિલા ગણાવી હતી.

મોડલિંગની દુનિયામાં પગ મુકતાની સાથેજ મહલાઘાને ઘણી પ્રોડક્ટની જાહેરાત મળવાની શરૂ થઈ ગઈ છે.

 15 ,  1