પનામા પેપર્સ કૌભાંડ મામલે એશ્વર્યા રાયને સમન્સ..

ગયા મહિને અભિષેક બચ્ચનની થઈ હતી પૂછપરછ

પનામા પેપર્સ કૌભાંડના પડઘા દેશભરમાં પડી રહ્યા છે ત્યારે હવે આ મામલે બોલીવૂડ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચનને સમન્સ મોકલવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઐશ્વર્યા રાયની પૂછપરછ દિલ્હીના લોકનાયક ભવનમાં કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે EDએ ઐશ્વર્યા રાયને પૂછવા માટેના પ્રશ્નોની યાદી તૈયાર કરી દીધી છે. પરંતુ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે આવશે કે નહીં તે હજુ નક્કી નથી. ગયા મહિને જ આ કેસમાં અભિષેક બચ્ચનની પૂછપરછ કરવામાં આવી હતી.

પનામા પેપર્સ કેસની તપાસના સંદર્ભમાં ઘણા મોટા ચહેરાઓ પર પૂછપરછ કરવામાં આવી છે. દેશની અનેક મોટી હસ્તીઓ તપાસમાં જોડાઈ છે. બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન પણ એક મહિના પહેલા ED ઓફિસ પહોંચ્યો હતો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં તપાસ માટે ED દ્વારા અમિતાભ બચ્ચનને નોટિસ પણ મોકલી શકાય છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી