અજબ તેરી માયા, પોલીસ સ્ટેશનમાં જ અધધધ.. 25 લાખની ચોરી

ખુદ પોલીસે જ કર્યો હાથફેરો, પોલીસકર્મી સસ્પેન્ડ

ઉત્તરપ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સામાન્ય રીતે લોકો ચોરીના ભોગ બને ત્યારે પોલીસ પાસે મદદ માગવા જતા હોય છે. પરંતુ પોલીસ સ્ટેશનમાંથી 25 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આગ્રાના એક પોલીસ સ્ટેશનમાંથી 25 લાખ રૂપિયાની રોકડ ચોરીના મામલામાં સ્ટેશન ઇન્ચાર્જ સહિત પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આગ્રામાં આવેલ જગદીશપુરા પોલીસ સ્ટેશનમાં રવિવારે જ્યારે પોલીસ પહોચી ત્યારે તેમણે જોયું કે 25 લાખ રૂપિયાની ચોરી થઈ હતી. જ્યારે ઉપરી અધિકારીઓને જાણ થઈ કે 25 લાખ રૂપિયાની ચોરી થઈ છે. ત્યારે ઉપરી અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન આવી પહોચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હવે આ સમગ્ર મામલે પોલીસના ઉપરી અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. સાથેજ ઉપરી અધિકારીઓને આ મામલે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. . જોકે પોલીસ સ્ટેશનમાંજ 25 લાખની ચોરી થવાને કારણે પોલીસની કામગીરી સામે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી