અજય દેવગન અને શાહરૂખમાં છે રોનાલ્ડો જેવી આવી હિંમત..?! જરા કહો તો..

ફૂટબોલ ખેલાડીએ કોકાકોલાની બોટલો હટાવી અને શેરમાં ધડામ..

રોનાલ્ડોની સીધી વાત- કોકાકોલા નહીં, પાણી પીવો..સ્વસ્થ રહો..

બોલો જુબાં કેસરીવાળા..માં છે આવી હિંમત કહેવાની..?

ફેર એન્ડ લવલીથી કેટલા કાળા ચહેરા ગોરા થયા..?

કોઇ લેબમાં વિમંલના દાવાની ચકાસણી થાય તો…?

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

કોકા કોલા તુ..શોલા શોલા તુ..તુ મેરી…તુ મેરી પ્યાસ બુઝાના…આવા ગીતો બનાવીને અને ગાઇને તેના આલ્બમ બનાવીને આપણે કોકાકોલા હળવા પીણાંને લોકપ્રિય બનાવી રહ્યાં છીએ. કોકા કોલામાં કોઇ પ્રોટિન કે પોષક તત્વો કે શરીરને માફક આવે એવા એક પણ તાત્વિક ગુણ નથી. તે એક સુમધુર ધીમુ ઝેર જ છે. તેના વધારે સેવનથી શરીરમાં આડઅસરો થાય છે. વિદેશમાં બાળકો જાડા કે મેદસ્વી જોવા મળે તો તેમાં મોટા ભાગના કોક પીતા હોય છે. પ્યાસ લગી…કોકાકોલા લે લે…!

દુનિયાના લગભગ તમામ દેશો અને તમામ ખાણીપીણીના આઉટલેટ વગેરેમાં કોકોકોલાની ઠંડી બોતલો જોવા મળશે. ભારતમાં 1977માં જે સરકાર સત્તામાં આવી તેણે કોકાકોલાને ભારતમાંથી દેશવટો આપ્યો અને તેની અવેજીમાં થમ્પઅપ નામનું નવુ પીણુ બજારમાં આવ્યું. 1977 વાળી સરકાર 1980માં હારી ગઇ અને ભારતમાં ફરીથી કોકાકોલાનું આગમન થયું. દો મિનિટ મેં તૈયાર…મેગીમાં સીસાનું પ્રમાણ વધારે છે એવા સંશોધનો થાય અને મેગી પર પ્રતિબંધ મૂકાઇ જાય પણ વર્ષોથી પીવાતા કોકાકોલામાં કેવા તત્વો છે ત.નું સંશોધન લેબમાં થાય તો એક બાજુએ મૂકી દેવાય….! કારણ કે કરોડો કા ખેલ હૈ…કઇયોં કે સાથ મેલ હૈ…નિકલતા પીનેવાલો કો તેલ હૈ…ઔર કોકાકોલા કંપની કો મોજ હૈ…!

પણ ફુટબોલના સુપર સ્ટાર ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ કોકાકોલાની મોજ ઉતારી નાંખી..ચાલુ સપ્તાહના સોમવારે યુરો ચેમ્પિયનશીપના એક મેચ બાદ આયોજિત પત્રકાર પરિષદમાં તેમની સામે ટેબલ પર મૂકાયેલી કોકાકોલાની બોતલો હાથમાં પકડીને હટાવી દીધી અને ત્યાં મૂકાયેલી પાણીની બોટલ હાથમાં ઉઠાવીને પત્રકારોને બતાવી અને કહ્યું –આગુવા… એટલે કે પાણી. પાણી પીવો. કોકાકોલાની બોતલો હટાવવા અંગે તેમણે કહ્યું- હું સોફ્ટ ડ્રિન્ક પીતો નથી અને તેઓ ઇચ્છતા નથી કે તેમનું જોઇને કોઇ બાળક સોફ્ટ પીણુ પીવા માટે પ્રેરાય…હું કોઇ ડોક્ટર નથી પણ મને ખબર છે કે સોફ્ટ પીણા આરોગ્યને નુકશાન પહોંચાડે છે. મેં મારા મેનેજરને પણઁ કહ્યું છે કે હું એવી કોઇ પ્રોડક્ટનું પ્રમોશન નહીં કરૂ કે જે સોફ્ટ ડ્રિન્ક હોય, સિગારેટ હોય કે શરાબ હોય…!

મજા એ છે કે રોનાલ્ડો જે યુરો ફૂટબોલ મેચમાં રમી રહ્યો છે તેના સ્પોન્સર તરીકે કોકાકોલા કંપની જ છે…અને એની જ બોતલો હટાવી દીધી. પરિણામ….. એ આવ્યું કે વિદેશના શેરબજારમાં આ જાયન્ટ કોકાકોલા કંપનીના શેરોમાં ધડધડ પછડાટ અને કંપનીને 75 અબજ રૂપિયાનું નુકશાન થયું…..! રોનાલ્ડોની સામે મેચ આયોજકોએ કોઇ પગલા ભર્યા નથી., કેમ કે આયોજકો પણ સારી રીતે જાણે છે કે કોકાકોલા કેટલુ “પૌષ્ટિક” પીણુ છે…!

પેલી એક જાહેરખબર ટીવીમાં ખૂબ આવે છે- બોલો જુબાં કેસરી….યુવાનોના હીરો અજય દેવગન અને શાહરૂખખાન વિમલ પાન મસાલા ગુટકાનો પ્રચાર કરી રહ્યાં છે. પહેલાં એકલા અજય દેવગન બોલો જુબાં કેસરી….બોલતો હતો હવે તેમની સાથે શાહરૂખ પણ જોડાયો અને હવે બન્ને ભેગા થઇને દાને દાને મેં કેસર કા દમ…વાળા પાનમસાલાની અબજોની કમાણી કરાવીને પોતે પણ કરોડો કમાઇ રહ્યાં છે. સલમાન પણ કોઇ એવાજ પાનમસાલાની જાહેરખબરમાં આવે છે.

પોતાના હીરોને આવા પાનમસાલા ખાતા જોઇને તેમના ચાહકો પણ ધીમુ ઝેર તો ખાઇ રહ્યાં નથી ને…? વિમલ પાનમસાલાનો દાવો છે કે દાને દાને મેં કેસર કા દમ…તો સવાલ એ છે કે કેસરનો ભાવ ગગડી ગયો કે કેસર એટલી સસ્તી છે કે ચણામમરાના ભાવે મળે છે અને એક પડીકીમાં જેટલા દાણા આવતા હોય તેમાં ભરપૂર માત્રામાં કેસર હોય…?! મેગીની જેમ વિમલના આ દાવાની તપાસ થાય તો બોલો જુબાં કેસરી…ની બોલતી બંધ થઇ જાય…! પણ…? જાને ભી દો યારોં…નકલી દવા..નકલી ઇંજેકશન બનાવનારને ફાંસી ના થતી હોય તો દાને દાને મેં કેસર કા દમ…નો નકલી દાવો કરનાર કા બાલ ભી બાંકા નહીં હો સકતા..!કોઇ લેબમાં વિમંલના દાવાની ચકાસણી થાય તો…?

ફૂટબોલ ખેલાડી રોનાલ્ડો જેટલી નૈતિક હિંમત આપણાં હીરો અજય દેવગન અને શાહરૂખખાનમાં છે ખરી…? ચાવો તેઓ એ ન કહે કે તેમના જાહેરખબર માટે કેટલા દોકડા મળે છે પણ જે પ્રોડક્ટનો તેઓ પ્રચાર કરી રહ્યાં છે તે હાનિકારક છે કે નહીં એટલુ તો કહે…? શું વિમલ કે અન્ય પાનમસાલા આરએમડી, રજનીગંધા ગુટકા ખાવાથી ઇમ્યુનીટી પાવર વધે છે…? કોઇ સ્ટારમાં એટલી નૈતિક હિંમત નથી કે તેઓ એમ કહી શકે કે જે પ્રોડક્ટનો તેઓ પ્રચાર કરે છે તે લોકો માટે નુકસાનકારક છે…?! ફેર એન્ડ લવલીથી કેટલી કાળી ચામડીવાળી કે શ્યામ રંગવાળી યુવતીનો ચહેરો ગોરો થયો..?

રોનાલ્ડોએ જે કર્યું એ કદાજ પાનમસાલા ગુટકાનો પ્રચાર કરનારાઓને નહીં ગમ્યુ હોય અથવા તો મૌન બની ગયા હશે…અને કદાજ એમ વિચારતા હશે-અમીજાન કહતી હૈ કોઇ ભી ધંધા છોટા નહીં હોતા ઔર ધંધે સે બડા કોઇ ધર્મ નહીં હોતા….! રોનાલ્ડો કો ધંધા કરના નહીં આતા… બોલો જુબાં કેસરી…! પાનમસાલા ગુટકા ખૈની ખાનેવાલો કા જો ભી હો…હમે ક્યા…હમે તો ગુટકાવાલે ને ચેક દે દિયા…જિસકા જો હોના હો…વો વો હી જાને…લોગો કી બાત હમ ક્યોં માને..! .ધ ઓલ થીંગ ઇઝ ધેટ કે ભૈયા સબ સે બડા રૂપિયા…!! મેરે મહાન ભારત મેં કાશ… કોઇ રોનાલ્ડો પેદા હો…!

 45 ,  1