ડોભાલે પાકને આપી આડકતરી રીતે ચેતવણી, કહ્યું, ‘પુલવામામાં CRPFનું બલિદાન નહીં ભૂલાય’

ડોભાલે ગુરૂગ્રામમાં આયોજીત કાર્યક્રમમાં સીઆરપીએફના યોગદાનને આંતરિક સુરક્ષાનું ખૂબજ અગત્યનું પરિબર ગણાવ્યું હતુ. વધુમાં ડોભાલે સીઆરપીએફની સરાહના કરતા કરતા કહ્યું હતું કે, બીજા વિશ્વ યુદ્ધ બાદ 37 એવા દેશ હતા, જે તૂટી ગયા અથવા તો પછી પોતાની સંપ્રુભતાને ગુમાવી બેઠા. તેમાંથી 28નું કારણ આંતરિક સંઘર્ષ હતો. દેશ જો નબળા હોય છે તો તેનું કારણ કયાંકને કયાંક આંતરિક સુરક્ષાની કમી હોય છે. તેની જવાબદારી સીઆરપીએફ પર હોય છે તે તમે સમજી શકો છો કે કેટલી મહત્વપૂર્ણ જવાબદારી તમને મળી છે.

તેમણે કહ્યું કે સીઆરપીએફને પ્રોફેશનાલિઝમ રાખવું પડશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ભારત વિભાજન દરમ્યાન સીઆરપીએફના યોગદાનના વખાણ કર્યા. તેમણે કહ્યું કે કદાચ લોકો ભૂલી ગયા છે કે ભારત-પાકિસ્તાનના ભાગલા દરમ્યાન ખૂબ જ ઓછી સંખ્યા હતા, પરંતુ સીઆરપીએફે જે ભૂમિકા અદા કરી હતી તેના પર પુસ્તક લખી શકાય તેમ છે.

”યુનિફોર્મ સાથેનો મારો લગાવ”

ડોભાલે કહ્યું હતું કે હું પણ આ યુનિફોર્મ અને દેશની સુરક્ષા સાથે 51 વર્ષથી સંકળાયેલો છું. તેમાંથી 37 વર્ષ હું પણ પોલીસનો ભાગ હતો. મને લશ્કર અને પોલીસ સાથે કામ કરવાની તક મળી. વધુમાં ડોભાલે કહ્યું, કે વીઆઇપી સુરક્ષા, આતંકવાદ, કઠીન ક્ષેત્રોમાં ફરજ અને ઉત્તર-પૂર્વની મુશ્કેલીઓ સહિત જ્યાં જરૂરિયાત ઊભી થાય ત્યાં સીઆરપીએફે મહત્વનો ફાળો આપ્યો છે.

 43 ,  3