MP: BJP ધારાસભ્યએ કોર્પોરેશનના અધિકારીને બેટથી માર માર્યો Video

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના ધારાસભ્ય પુત્ર આકાશ વિજયવર્ગીયની ગુંડાગર્દીનો એક વીડિયો સામે આવ્યો છે. આકાશ વિજયવર્ગીયએ જર્જરિત મકાન તોડવા ગયેલાં ઈન્દોર નિગમના અધિકારી સાથે ગેરવર્તણૂંક અને માર મારતો વીડિયો સામે આવ્યો છે. આકાશે અધિકારીને પહેલાં ક્રિકેટ બેટથી માર્યા બાદમાં ધક્કામુક્કી પણ કરી હતી. આકાશના સમર્થકોએ પણ અધિકારીને માર માર્યો હતો.

વિવાદ પછી આકાશે કહ્યું, હું બહુ જ ગુસ્સામાં હતો. મેં શું કરી દીધું તે મને યાદ નથી. નિગમના ઓફિસરોએ એક મહિલાને ગાળો બોલ્યા અને તેનો હાથ પકડ્યો. તેથી મને ખૂબ ગુસ્સો આવી ગયો. વિવાદ પછી ભાજપના કાર્યકર્તાઓએ એમજી રોડ પોલીસ સ્ટેશનને ઘેરી લીધુ હતું અને બીજી બાજુ મારઝૂડના વિરોધમાં નગર નિગમના કર્મચારીઓએ કામ રોકી દીધું હતું.

 20 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર