અખિલેશ બોલ્યા – હું કોરાના વેક્સીન નહીં લગાવું, BJP પર વિશ્વાસ નથી

કોરોના મહામારીમાં રાજનીતિ કરનાર નેતાઓ ઓછા નહતા પરંતુ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે તેને એક અલગ રંજ આપી દીધો છે. શનિવારે તેમણે જાહેરાત કરી કે તે હાલ કોરોનાની વેક્સિન લગાવશે નહીં કારણ કે તેમને વેક્સિન પર વિશ્વાસ નથી. 

શનિવારે એસપી પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યુ, ‘હાલ હું રસીકરણ કરાવવાનો નથી. હું ભાજપની વેક્સિન પર કઈ રીતે વિશ્વાસ કરી શકું, જ્યારે અમારી સરકાર બનશે તો બધાને ફ્રીમાં રસી આપીશું. અમે ભાજપની વેક્સિન ન લગાવી શકીએ.’

વધુમાં પૂર્વ મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કહ્યું કે ગંગા જમુના તહજીબ એક દિવસમાં બની નથી. તેને બનવામાં હજારો વર્ષ લાગ્યા છે. હું ઘણો ધાર્મિક વ્યક્તિ છું. મારા ઘરની અંદર મંદિર છે અને મારા ઘરની બહાર પણ મંદિર છે. ભગવાન રામ બધાના છે, આખી દુનિયાના છે. સરકારે અયોધ્યાના ખેડૂતોનું પણ સાંભળવું જોઈએ. જેમની જમીન અધિગ્રહિત કરી લીધી છે. અખિલેશે કહ્યું કે હાલ અયોધ્યામાં ફક્ત બે દિવસ દિવાળી મનાવવામાં આવે છે. જો અમારી સરકાર આવી તો અયોધ્યામાં આખું વર્ષ દિવાળી મનાવીશું. અમારી સરકાર આવી તો અયોધ્યા નગર નિગમનો કોઈ ટેક્સ લાગશે નહીં.

સરકારે ફ્રીમાં રસીકરણની કરી જાહેરાત

શનિવારે કેન્દ્ર તરફથી પણ કોરોના વેક્સિનના રસીકરણ પર મહત્વની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીમાં કોરોના વેક્સિનેશનના ડ્રાઇ રનનું નિરીક્ષણ કર્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યુ કે, માત્ર દિલ્હી જ નહીં દેશભરમાં કોરોનાની વેક્સિન ફ્રીમાં લગાવવામાં આવશે. 

 19 ,  1