કન્નૌજ જાય તે પહેલા અખિલેશ યાદવની અટકાયત : કહ્યું- ખેડૂતોને બરબાદ કરનારો કાયદો લાવ્યા, Video

પગપાળા કન્નોજ જવા નીકળી પડેલા અખિલેશ યાદવની અટકાયત

કૃષિ કાયદા વિરુદ્ધ લખનૌમાં ચાલી રહેલો વિરોધ ઉગ્ર બનતો જઇ રહ્યો છે. ત્યારે કન્નૌજ જાય તે પહેલા સમાજવાદી પાર્ટીના વડા અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને કિસાન યાત્રા શરૂ કરવા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અખિલેશ યાદવ ખેડૂત આંદોલનના સમર્થનમાં ખેડૂત યાત્રાની શરૂઆત કરી રહ્યા હતા. તેમને તેમના લખનઉ સ્થિત ઘરની પાસે રોકવામાં આવ્યા. ત્યારબાદ ગાડીઓ જપ્ત કરવાનો આરોપ લગાવીને તેઓ ધરણા પર બેસી ગયા. અખિલેશ યાદવે ધરણા ધરતા જ કલમ 144 તોડવાના આરોપમાં તેમની અટકાયત કરવામાં આવી. 

ખેડૂત આંદોલનના સમર્થનમાં સપા આજે કિસાન યાત્રા કાઢી રહી છે. આવામાં તેમના સમર્થકોની સાથે અખિલેશ યાદવ પણ રસ્તા પર આવી ગયા. તેમનો પ્લાન કન્નૌજ જવાનો હતો. જ્યારે ગાડીઓ રોકવામાં આવી તો તેઓ પગપાળા જ કન્નોજ જવા નીકળી પડ્યા. અખિલેશ યાદવ ઉપરાંત તેમના કાર્યકરો પણ પ્રદેશમાં અનેક જગ્યાએ ધરપકડ વ્હોરી રહ્યા છે. 

અખિલેશ યાદવે કૃષિ બિલનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું. પરંતુ આજે ખેડૂતોને બરબાદ કરનારા કાયદા લાવ્યા છે. સમગ્ર દેશના ખેડૂતો કાયદાથી નારાજ છે. ભાજપ કોઈ ચર્ચા ઈચ્છતો નથી. મને કન્નોજ જતા રોકવામાં આવ્યો..

અખિલેશનો આરોપ છે કે તંત્રએ તેમની ગાડીઓને જપ્ત કરી લીધી છે. અખિલેશ યાદવને કસ્ટડીમાં લઈને તેમને ઈકો ગાર્ડન મોકલવામાં આવી રહ્યાં છે, જ્યાં તેમને કસ્ટડીમાં રાખવામાં આવશે.

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર