અખિલેશ યાદવે કસ્યો તંજ, ભાજપાને લીધા આડે હાથ

‘ગંગા મૈલી હૈ, ઇસલિયે CM યોગીને નહીં લગાઇ ડુબકી..’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનું ઉદ્ધાટન કર્યું હતું. પીએમ મોદીએ આ પહેલા ગંગામાં ડૂબકી લગાવી અને પવિત્ર જળ લઈને ભગવાન શિવને અર્પિત કર્યું તથા પૂજા કરી હતી. ત્યારે અા અવસરને લઇ યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપા પર પ્રહારો કર્યા છે. સાથે પ્રદેશના સીએમ યોગી પર પણ તિખા કટાક્ષ કર્યા છે.

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે સીએમ યોગીએ ગંગા નદીમાં ડૂબકી લગાવી નથી કારણ કે તેઓ જાણે છે કે ગંગા નદી મેલી છે. તેમણે કહ્યું કે ભાજપે ભગવાનની સામે જૂઠું ન બોલવું જોઈએ. ઈટાવા પહોંચેલા અખિલેશ યાદવે ભાજપના વિકાસ કાર્યો પર પ્રહારો કર્યા હતા.

તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કામોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે બધા જાણે છે કે તે કોના કામો હતા. ઈટાવામાં જેલ સમાજવાદીઓ દ્વારા બનાવવામાં આવી હતી, તેનું ઉદ્ઘાટન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે ભાજપના વિકાસની ધીમી ગતિને કારણે ઈટાવામાં સ્ટેડિયમ, ઈકોટિક સેન્ટર બરબાદ થઈ ગયા છે. અહીંના ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલ યોજાઈ શકી હોત, પરંતુ ભાજપે ઈટાવા સાથે ભેદભાવ કર્યો છે. તેમણે કહ્યું કે, ખેડૂતને ખાતર, વીજળીની જરૂર છે, પરંતુ યુરિયા, ડીએપી માટે લોકોને માત્ર સરકાર દ્વારા જ લાંબી લાઈનો લગાવવામાં આવી છે.

સપા પ્રમુખ અખિલેશ યાદવે ડબલ રાશન મળવાના મામલે કહ્યું કે ગરીબોને રાશન મળવું જોઈએ, તે સારી વાત છે પરંતુ ભોજનમાં પોષણ પણ મળવું જોઈએ.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી