અખિલેશે પિત્રોડાનું કર્યું સમર્થન, મોદી સરકારને લીધા આડે હાથ

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સામ પિત્રોડાનો બચાવ કરતા ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સપા અધ્યક્ષે કહ્યું કે સવાલ ઉઠાવવો એ અમારો લોકતાંત્રિક અધિકાર છે. તેમણે ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે મોદી સરકાર પોતાને ભારતીય સેના સમજવાનું બંધ કરે. વધુમાં સપા અધ્યક્ષે કહ્યું કે જે નેતા કહે કે તેમને સવાલ ન પૂછવામાં આવે, તે ખતરનાક હોય છે.

ઉલ્લેખનિય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના નેતા અને ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડાએ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યાં છે. તેમણે આ મામલે મોદી સરકાર પાસે પુરાવા માગ્યા છે. સાથે પિત્રોડાએ પાકિસ્તાનની પણ તરફેણ કરી હતી.

 47 ,  3