સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે. સમાજવાદી પાર્ટીએ બે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં અખિલેશ આઝમગઢ જ્યારે આઝામ ખાન રામપુરથી ચૂંટણી લડશે. આ પહેલા એવી ચર્ચા હતી કે, અખિલેશ યાદવ લોકસભાની ચૂંટણી તેમની પત્ની ડીમ્પલ યાદવની સીટ કન્નોજ પરથી લડશે. પરંતું હવે સમાજવાદી પાર્ટીએ આ વાતનું ખંડન કર્યું અને નક્કી કર્યું છે કે અખિલેશ યાદવ આઝમગઢથી જ ચૂંટણી મેદાનમાં ઉતરશે.
તમને જણાવી દઇએ, આઝમગઢ એ સમાજવાદીઓનો ગઢ ગણાય છે. લાંબા સમયથી અહીં સમાજવાદી પાર્ટીનું શાસન રહ્યું છે. 70ના દાયકા સુધી કોંગ્રેસનું શાસન હતું પરંતુ ત્યારબાદ સમાજવાદીઓએ આ સીટ પર કબ્જો જમાવ્યો. વચ્ચે વચ્ચે આ સીટ એસપી અને બીએસપીમાં વહેંચાતી રહી. એકવાર તો આ બેઠક પરથી 2009માં ભાજપના ઉમેદવાર પણ જીતી આવ્યાં હતાં.
જો કે 2014માં આ બેઠક પર મોદી લહેર હોવા છતાં અખિલેશ યાદવના પિતા મુલાયમ સિંહ જીત્યા હતાં.
141 , 3