લખીમપુર હિંસાના ઘેરા પ્રત્યાઘાત, પૂર્વ સીએમ અખિલેશ યાદવ બેઠા ધરણાં પર

આટલો અત્યાચાર તો અંગ્રેજોએ પણ નથી કર્યો : અખિલેશ યાદવ

લખીમપુર ખેરીમાં રવિવારે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાતને લઈને ખેડૂતોના વિરોધપ્રદર્શનમાં આઠ લોકોના મોત થયા હતા. બે દેખાવકારોને અડફેટે લીધા બાદ ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ બે એસયુવી ને આગ ચાંપી દીધી હતી. બંને પક્ષના ચાર-ચાર વ્યક્તિઓના મોત થયા હોવાનું કહેવાય છે. ચાર ખેડૂતોને કારે દોડાવ્યા હતા જ્યારે કારમાં રહેલા ચાર લોકોને દેખાવકારોએ માર માર્યો હતો. તે જ સ્થળે યોગી સરકાર તેણે લખીમપુર ખીર ખાતે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

આજે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ધરણાં પર બેઠા હતા. અને તેમણે સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અંગ્રેજોએ પણ એટલો અત્યાચાર કર્યો નથી જેટલો ભાજપ સરકાર ખેડૂતો પર કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને જે નાયબ મુખ્યમંત્રી પાસે કાર્યક્રમ હતો તેમણે પણ રાજીનામું આપવું જોઈએ. જે ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને 2 કરોડ રૂપિયા આપવા જોઇએ, પરિવારને સરકારી નોકરી મળવી જોઇએ.

લખીમપુર ખીરીમાં હિંસક ઘટના બાદ હવે પગલાં લેવાતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અજય મિશ્રાના દીકરા આશિષ મિશ્રા વિરુદ્ધ FIR દાખલ કરવામાં છે. ઘટનાના પગલે આશિષ મિશ્રાએ પોતાના પરના આરોપો ફગાવી દેતાં કહ્યું હતું કે આ પાયાવિહોણાં આરોપ છે હું ઘટના સ્થળે હજાર જ નહોતો. આરોપીઓને સજા મળવી જોઇએ. ઘટનાની ન્યાયિક તપાસ થવી જોઈએ.

કેન્દ્રીય મંત્રીના દીકરા આશિષ મિશ્રાએ અગાઉ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં ઘટનાસ્થળ પર હાજર હોવાની વાતને ફગાવી દીધી હતી. સમગ્ર હોબાળા પર તેમણે દાવો કર્યો છે કે, આટલા કેમેરા હતા, તો વીડિયો હોત મારી કોઈ, ફોટો હોત. ગાડી પલટી, આગ લગાવવામાં આવી, મારપીટ થઈ. તેમણે કહ્યું જીપમાં હાજર મારા 4 લોકોને મારી દેવાયા, તો મને એક પણ ખરોચ કેમ નથી આવી. આશિષ મિશ્રનું કહેવું છે કે, તેઓ ઘટનાસ્થળ પર હાજર જ નહોતા.

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી