ગુજરાત ATSને મળી મોટી સફળતા, અક્ષરધામ હુમલાનો મુખ્ય આતંકી અનંતનાગમાંથી પકડાયો

ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરમાં વર્ષ 2002માં એક આતંકવાદી હુમલો થયોહતો. 24 સપ્ટેમ્બર, 2002ના રોજ મશીનગન અને ગ્રેનેડ સાથે કેટલાક આતંકવાદીઓ અક્ષરધામમાં ઘુસી ગયા હતા અને તેમણે મંદિરમાં આવેલા શ્રદ્ધાળુઓ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો.

આ હુમલામાં 32 લોકોનાં મોત થયા હતા અને 80થી વધુ લોકો ઘાયલ થયા હતા. હુમલામાં માર્યા ગયેલા કુલ લોકોમાંથી 28 મંદિર જોવા આવેલા શ્રદ્ધાળુ હતા, ત્રણ કમાન્ડો હતા, જેમાં એક NSG કમાન્ડોનો સમાવેશ થાય છે અને એક એસઆરપીનો કોન્સ્ટેબલ હતો.

આ હુમલાનો મુખ્ય સુત્રધાર આતંકીને ગુજરાત ATSએ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાંથી પકડીપાડવામાં આવ્યો છે. હુમલા બાદ આંતકી પાકિસ્તાનમાં છુપાયો હતો અને ગુજરાતમાં હથિયાર ઘુસાડ્યા હતા.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી