September 20, 2021
September 20, 2021

અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન

મુંબઈની હીરાનંદાની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

અક્ષય કુમારની માતા અરૂણા ભાટિયાનું નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી બિમાર હોવાથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. તબિયત ગંભીર થઇ જતા તેમને હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં હતા. તો બીજી તરફ બે દિવસ પહેલા અભિનેતા અક્ષય કુમાર યુકેનું શૂટિંગ છોડીને ભારત આવી ગયો હતો.

અભિનેતા યુકેમાં ફિલ્મ સિન્ડ્રેલાનું શૂટિંગ છેલા બે અઠવાડિયાથી કરી રહ્યો હતો. માતાની બીમારીના સમાચાર જાણતાં જ તે યુકેથી મુંબઇ પરત આવી ગયો હતો. અક્ષય કુમારની માતા અરૂણા ભાટિયા થોડા દિવસથી બીમાર હતા અને મુંબઇની હિરાનંદાની હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર લઇ રહ્યા હતા. જો કે આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે.

અક્ષય કુમારે પોતે આ વિશે ટ્વીટ કરીને માહિતી શેયર કરી છે. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યુ કે, તે મારા જીવનનો આભાર સ્તંભ હતા અને આજે હુ આસહનિય પીડામાંથી પસાર થઇ રહ્યો છુ. મારી માતા અરુણા ભાટીયાએ આજે દુનિયાથી વિદાય લીધી છે. હવે તેઓ બીજી દુનિયામાં મારા પિતાને મળશે. આ સમય દરમિયાન હુ અને મારો પરિવાર તમારી પ્રાર્થનાનું સન્માન કરીએ છીએ. ઓમ શાંતિ..

 29 ,  1