ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ રાજીનામું આપી દીધુ છે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના હવાલે જણાવ્યું છે કે આચાર્યે પોતાનો કાર્યકાળ પૂરો થાય તેના છ મહિના પહેલા જ રાજીનામું આપી દીધુ છે. આ પહેલાં RBIના ગવર્નર ઉર્જિત પેટેલે પણ ડિસેમ્બરમાં તેમના અંગત કારણોસર રાજીનામું આપી દીધું હતું. વિરલ આચાર્યને પણ નિવૃત્તિના છ મહિના બાકી હતા અને પહેલાં જ તેમણે રાજીનામું આપી દીધું છે.
વિરલ આચાર્ય 23 જાન્યુઆરી 2017ના રોજ ડેપ્યુટી ગવર્નરના પદે નિયુક્ત થયા હતા. તેમનો આ કાર્યકાળ ત્રણ વર્ષનો હતો, પરંતુ કાર્યકાળ પૂરો થવાના 6 મહિના પહેલા જ તેમણે રાજીનામું સોંપી દીધું. ફેબ્રુઆરી 2020માં તેમને સીવી સ્ટાર પ્રોફેસર ઓફ ઇકોનોમિક્સ તરીકે ન્યૂયોર્ક યુનિવર્સિટી સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસ (એનવાઈયૂ સ્ટર્ન) પરત જવાનું હતું, પરંતુ આચાર્ય આ વર્ષે ઓગસ્ટમાં જઈ રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે આચાર્યએ રાજીનામા માટે અંગત કારણ જણાવ્યું છે. તેઓ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં ટીચિંગ સાથે જોડાયેલા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉર્જિત પટેલના રાજીનામા પછીથી તેઓ અસહજ અનુભવી રહ્યા હતા.
48 , 1