પાર્ટીના નેતા જ બુટલેગર..! પંચાયતના સભ્ય અને લિસ્ટેડ મહિલા બુટલેગરનો દારૂનો વીડિયો વાયરલ

ભાજપના નેતાનો દારૂનો વીડિયો વાયરલ, મંત્રી ઇશ્વર પરમારે પણ આપ્યો ઉડાઉ જવાબ

સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયતની બાબેન બેઠક-2ના સભ્ય શકુંતલા રાઠોડનો દારુ વેચતો વિડીયો વાઈરલ થયો છે. મહિલા બુટલેગર શકુંતલા રાઠોડ ભાજપની તાલુકા પંચાયતની સભ્ય હોવાથી બેખોફ રીતે દારૂનો ધંધો કરી રહી છે. લિસ્ટેડ બુટલેગર એવી શકુંતલા રાઠોડ મંત્રી ઈશ્વર પરમારના ગામની તાલુકા પંચાયતની સભ્ય છે.

રાજ્યની ભાજપ સરકાર સમયાંતરે દારૂબંધી અંગે છાશવારે અવનવા દાવાઓ કરતી રહે છે. જો કે આજે વાયરલ થયેલા આ વીડિયોએ સરકારની સાથે સાથે ભાજપના બેવડા માપદંડો પણ ઉઘાડા પાડી દીધા છે. આ વીડિયો અંગે ભાજપ શું પગલા ભરે છે તે જોવું રહ્યું. સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયત બાબતે બેઠક 2ના સભ્ય શકુંતલા રાઠોડનો દારૂ વેચતો વીડિયો વાયરલ થયો છે. 

આ મહિલા બુટલેગર શકુંતલા રાઠોડ દારૂ વેચતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ મહિલા બુટલેગર શકુંતલા રાઠોડ ભાજપની તાલુકા પંચાયતના સભ્ય છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે, તે લિસ્ટેડ બુટલેગર છે. ભાજપમાં મંત્રી રહેલા ઇશ્વર પરમારના ગામની તાલુકા પંચાયતના સભ્ય છે. આ મુદ્દે ઇશ્વર પરમારને પુછવામાં આવતા તેમણે પણ ઉડાઉ જવાબ આપતા જણાવ્યું કે, આ અમારા સંગઠનનો વિષય છે. 

રાજ્યકક્ષાના સામાજિક અને ન્યાય અધિકારક મંત્રી ઇશ્વર પરમાર બારડોલી તાલુકાના બાબેનના રહેવાસી છે. મંત્રીના ગામના તાલુકા પંચાયતના મહિલા સભ્ય બેખોફ રીતે દારૂનો ધંધો કરતા હોય તો ગુજરાતમાં દારૂબંધીની સ્થિતિ કેવી છે તેનું કોઇ સ્પષ્ટીકરણ કરવાની જરૂર રહેતી નથી. 

દારૂબંધીની વાતો ગુજરાતમાં પોકળ પુરવાત થાય છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ જ્યારે દારૂ અને જુગાર રમતા ઝડપાયા હોય ત્યારે તે પાર્ટી માટે શરમજનક બબત છે. બારડોલીના બાબેન 2 તાલુકા પંચાયતના સભ્ય અને મહિલા બુટલેગર એવા શકુંતલા રાઠોડે ભાજપમાંથી તાલુકા પંચાયતમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. 

 87 ,  1