અમદાવાદમાં આતંકી દહેશતને લઈ અલર્ટ, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

પોલીસને સઘન ચેકિંગનો આદેશ અપાયો

દિવાળી પહેલા અમદાવાદમાં આતંકી દહેશતને લઇને અલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટીયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે શૉપિંગ મોલ, મલ્ટિપ્લેક્સને અલર્ટ રહેવા માટે કહ્યું છે. હાલ અમદાવાદમાં પોલીસને સઘન ચેકિંગનો આદેશ અપાયો છે. ત્યારે શહેરના તમામ નાગરિકોને પણ અલર્ટ રહેવા સૂચન કરાયું છે.

અમદાવાદ પોલીસ કમિશ્રર દ્વારા શહેરના મૉલની સુરક્ષાને લઈને ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્ચો છે કે, ભૂતકાળમાં વિશ્વમાં અનેક દેશોમાં આતંકવાદી હૂમલાઓ થઈ ચૂક્યા છે. જેને ભવિષ્યમાં પણ નકારી શકાય તેમ નથી. જેથી અમદાવાદના મૉલને સુરક્ષાની તકેદારી રાખવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. તે ઉપરાંત પોલીસને પણ હાઈ રિઝોલ્યુશન કેમેરાથી લઈને તમામ વાહનોના ચેકિંગ કરવા માટેની પણ સૂચનાઓ અપાઈ છે.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી