ટીવી ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતાનો અકસ્માત, ટ્રક સાથે કારની ટક્કર

ટીવી ઈન્ડસ્ટ્રીનો ફેમશ અભિનેતા અલી અસગરનો સોમવારે સવારમાં એક કાર અકસ્માતમાં માંડ માંડ બચ્યો છે. આ અંગે અલી અસગરે ટ્વીટર પર જાણકારી આપી હતી. તેમજ જણાવ્યું હતું કે અકસ્માતમાં તેમને વધારે ઈજા નથી પહોંચી. ઘટનાની જાણકારી આપતા અલી અસગરે જણાવ્યું કે, સોમવારે સવારે તેઓ કાર ડ્રાઈવ કરીને જઈ રહ્યાં હતા. સિગ્નલ પર જ્યારે કાર ઉભી રહી હતી ત્યારે અચાનક તેમની કારને પાછળથી કોઈએ ટક્કર મારી હતી. જેના કારણે અલીની કાર આગળ ઉભેલી ટ્રક સાથે ટકરાઈ હતી.

અકસ્માત અંગે અલીએ કહ્યું કે, દુર્ઘટનાથી તેઓ ડરી ગયા હતા. પરંતુ ભગવાનની કૃપાથી કંઈ થયું નહીં.આસપાસ જો કોઇ ચાલતુ હોત તો તેનું શું થાત. લોકો કેમ આવી રીતે ગાડી ચલાવતા હશે?’તેમજ અલીએ ટ્વીટ કરીને અકસ્માત દરમિયાન મદદ કરવા માટે મુંબઈ પોલીનો આભાર વ્યક્ત કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, ધ કપિલ શર્મા શોમાં કપિલની દાદીનો રોલ નિભાવી ચૂક્યો છે. આ રોલને કારણે આજે ટીવી ઈન્ડસ્ટ્રીમાં કોમેડિયન તરીકે તેમની એક અલગ ઓળખ ઉભી થઈ છે. જોકે અત્યારે અલીએ પોતાની તમામ ભૂમિકામાંથી બ્રેક લઈ લીધો છે.

View this post on Instagram

Dilwale'sssssss

A post shared by Ali Asgar (@kingaliasgar) on

અભિનેતાનું કહેવું છે કે, તેઓ શો માં મહિલાઓની ભૂમિકાને નિભાવીને કંટાળી ગયા છે. માનસિક રીતે તેઓ આ ભૂમિકામાંથી બહાર આવવા માંગે છે.

 170 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી