આલિયા ભટ્ટ તેના ફેન્સ સાથે દરેક ડિજિટલ પ્લેટફોર્મ મારફતે જોડાઈ રહી છે. ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ બાદ હવે તે યુટ્યુબ પર પણ જોડાઈ ગઈ છે. બુધવારે આલિયાએ પોતાની પહેલી યુટ્યુબ ચેનલ ‘Aliabe’ લોન્ચ કરી.
હાલમાં આલિયાએ અનેક બિગ બજેટ ફિલ્મો સાઇન કરી છે. આ સંજોગોમાં આલિયાએ હાલમાં એક વીડિયો શેયર કર્યો છે જે ઇન્ટરનેટ પર આવતા જ વાઇરલ થઈ ગયો છે.
આલિયા ભટ્ટ યુટ્યુબ ચેનલ ‘Aliabe’ને પહેલા જ દિવસે એક લાખથી વધુ લોકોએ તેને સબસ્ક્રાઇબ કરી લીધી અને 2 લાખથી વધુ લોકોએ લાઈક પણ કરી લીધી. આલિયા ભટ્ટે તેની યુટ્યુબ ચેનલની જાણકારી ટ્વિટર પર શેર કરી હતી.
Something new, something fun, something on YouTube 🌞📽 https://t.co/rKULIR7zIj
— Alia Bhatt (@aliaa08) June 26, 2019
આલિયાએ સોશિયલ મીડિયામાં યુ ટ્યૂબ ચેનલની લિંક શેયર કરી છે. આ વીડિયોમાં આલિયા 1994માં રિલીઝ થયેલી ફિલ્મ મોહરાના ગીત ટીપ..ટીપ..બરસા પાની પર ગીત ગાતી જોવા મળી રહી છે. હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો બહુ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે ફિલ્મમેકર રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષયકુમાર અને કેટરિના કૈફ આ ગીતને રિક્રિએટ કરી રહ્યા છે.
10 , 1