September 26, 2022
September 26, 2022

તો શું આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ સાથે ડેટ કરી રહ્યો છે કેએલ રાહુલ ?

ઘણા સમયથી ક્રિકેટર કે એલ રાહુલની અલગ-અલગ બોલિવુડ અભિનેત્રીની સાથે અફેરની ખબરો સામે આવતી રહે છે. ત્યારે હવે ખબર છે કે, કે એલ રાહુલ, અભિનેત્રી આલિયા ભટ્ટીન બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન કપૂરને ડેટ કરી રહ્યો છે. આ વાતનો પુરાવો પોતે આકાંક્ષાએ આપ્યો છે.

આ વાતની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે આકાંક્ષાએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો જેમાં કે.એલ રાહુલ પાછળ ઉભો છે. તસવીરમાં કે એલ રાહુલ નજરે પડી રહ્યો છે. કે એલ રાહુલ, ભારત શ્રીલંકા મેચનો સ્ટાર હતો.

તેણે રોહિત શર્માની સાથે સદી ફટકારી હતી. ભારતે શ્રીલંકા સામે 7 વિકેટે જીત મેળવી હતી. આકાંક્ષાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરથી બન્ને રિલેશનમાં હોવાની ખબર ફરીથી ચર્ચામાં છે.

આ વર્ષે મેંમાં ખબર આવી હતી કે આકાંક્ષા તેનો વધારેથી વધારે સમય કે એલ રાહુલની સાથે પસાર કરી રહી છે. બન્નેને સાથે ડિનર, ફિલ્મ અને હાઉસ પાર્ટીમાં જઇ રહ્યા છે. એટલું જ નહીં રાહુલને આકાંક્ષાની સાથે મુંબઇ મૈરી ચર્ચામાં પણ જોવા મળ્યા હતા.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી