સંસદના બજેટ સત્રની શરૂઆત પહેલાં મોદી સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જે બાદ સંસદીય કાર્યમંત્રી પહ્રલાદ જોશીએ જણાવ્યું કે અમને સહયોગી અને વિપક્ષ પાસેથી મહત્વની સલાહ મળી છે.
પ્રધાનમંત્રી મોદીએ તમામ દળોને સંસદ સત્રમાં સહયોગ આપવા અપીલ કરી છે. 17મી લોકસભા પહેલા સંસદ સત્ર 17 જૂનથી 26 જૂલાઈ સુધી ચાલશે. જાણવા મળી રહ્યું છે કે, 19 જૂનના રોજ લોકસભા સ્પીકરની ચૂંટણી યોજાશે અને 5 જૂલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ રજુ કરશે.
જોશીએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ સંસદમાં 19 જૂને તમામ પક્ષના પ્રતિનિધિઓની બેઠક બોલાવી છે. સરકાર તરફથી તેના માટે તમામ પદના પ્રમુખને પત્ર મોકલ્યાં છે. બેઠકમાં એક દેશ એક ચૂંટણી અને મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિને લઈને ચર્ચા થશે.
મોદી સરકારની પૂરી કોશિસ રહેશે કે, ત્રણ તલાક પર રોક સંબંધિ અધ્યાદેશને તે બંને સદનમાં પાસ કરી લે. આ સિવાય જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સંશોધન) અધ્યાદેશ, કંપની (સંશોધન) અધ્યાદેશ, આધાર અને અન્ય કાયદા અધ્યાદેશ, ભારતીય ચિકિત્સા પરિષદ(સંશોધન) અધ્યાદેશ, નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થા કેન્દ્ર અધ્યાદેશ, હોમ્યોપેથી કેન્દ્રીય પરિષદ (સંશોધન) અધ્યાદેશ, વેશેષ આર્થિક ક્ષેત્ર (સંશોધન) અધ્યાદેશ અને કેન્દ્રીય શૈક્ષિક સંસ્થાન (શિક્ષક સંવર્ગમાં આરક્ષણ) અધ્યાદેશ સામેલ છે.
40 , 1