September 19, 2020
September 19, 2020

રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવા માટે તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક – ગૃહ રાજ્ય મંત્રી

આતંકવાદી કૃત્યો સફળ ન થાય તે માટે તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર : પ્રદિપસિંહ જાડેજા


1600 કિ.મી.નો દરિયાકિનારો ધરાવતા રાજ્ય ગુજરાતમાં કોઇ આતંકવાદીઓ ઘુસે નહી તે માટે ડીફેન્સ એજન્સીઓ કટીબદ્ધ છે. પાકિસ્તાન સાથે ગુજરાતની સરહદ જોડાયેલી હોવાથી આ વિસ્તારોમાં વિક્ષેપ સર્વેલન્સ સાથે તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર રાખવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ બનતી અટકે અને આવા આતંકવાદી કૃત્યો સફળ ન થાય તે માટે એજન્સીઓ સાથે સંકલન કરીને ગુજરાતનું પોલીસ તંત્ર કામ કરી રહ્યુ છે, તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

જાડેજાએ કહ્યુ છે કે, NIA એ ગોધરાથી પકડેલા આરોપી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા નૌકાદળમાં જાસુસી કેસમાં કરવામાં આવી રહેલી તપાસ દરમિયાન વિશાખાપટ્ટનમથી વિગતો મળી હતી કે ગોધરાના એક વ્યક્તિએ બેંક ખાતામાં રૂપિયા જમા કરાવ્યા છે. જે માહિતી આધારે ગોધરાથી તે વ્યક્તિને દબોચી લીધો છે. એ.ટી.એસ., ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જી. સહિત ગુજરાત પોલીસની ટીમો રાજ્યમાં શાંતિ-સલામતી માટે હરહંમેશ કટીબદ્ધ છે. બધી એજન્સીઓ સાથે મળીને સુરક્ષાના દ્ષ્ટિકોણથી કામ કરે છે.

ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં કોઇપણ આતંકવાદીઓના કાવતરા સફળ ન થાય તે માટે એજન્સીઓ કટીબદ્ધ છે. ભૂતકાળમાં પણ આતંકીઓના અનેક પ્રયાસો નિષ્ફળ બનાવવામાં એજન્સીઓ સફળ રહી છે. જાડેજાએ પદાધિકારીઓ-અધિકારીઓને અપાતી સુરક્ષા વ્યવસ્થા બાબતે જણાવ્યુ કે, રાજ્યમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ પદે ‘‘થ્રેટ એસેસમેન્ટ કમિટી’’ (ભય મુલ્યાંકન સમિતિ)ની રચના કરવામાં આવી છે. સમિતિના સભ્યો દ્વારા સંકલન કરીને તેઓશ્રી દ્વારા જે સુચવવામાં આવે તે મુજબના પગલાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે.

 141 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર