દિલ્હીમાં તમામ ધોરણની શાળાઓ થશે અનલોક, છઠ પૂજાની પણ મંજૂરી અપાઈ

જાણો કંઈ તારીખથી થશે શરૂ…

દીલ્હીમાં કેજરીવાલ સરકારે 1 નવેમ્બરથી દિલ્હીમાં તમામ શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે દિલ્હીમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ 1 નવેમ્બરથી ખોલી શકાશે. જો કે, વાલીઓને તેમના બાળકોને શાળાએ મોકલવા માટે દબાણ કરવામાં આવશે નહીં, એમ તેમણે ઉમેર્યું હતું. આ સાથે સિસોદિયા દિલ્હીમાં છઠ પૂજા પણ ઉજવામાં આવશે.

નોંધનીય છે કે પહેલાં દિલ્હી સરકારે પાટનગરમાં છઠ પૂજાના સાર્વજનિક આયોજન પર પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ હવે એ આદેશ પરત લઈ લેવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં સાર્વજનિક જગ્યાએ છઠ પૂજા કરી શકાશે.

સિસોદીયાએ જણાવ્યું કે દિલ્હીમાં કોરોના કાબુમાં છે. હવે ચિંતાની વાત નથી પરંતુ સાવધાની જરુરી છે. તેમણે કહ્યું કે સ્કુલ ઘણા સમયથી બંધ છે. બાળકોને ઘણું નુકશાન થઈ રહ્યું છે. બાળકોને થયેલા નુકશાનની ભરપાઈ સરળ નહીં હોય. હવે સ્કૂલો શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. દિલ્હીની તમામ સરકારી અને પ્રાઈવેટ સ્કુલો શરુ કરી દેવામાં આવશે.

50 ટકાથી વધારે બાળકોને સ્કૂલે નહીં બોલાવવામાં આવે
ઉપમુખ્યમંત્રીએ જણાવ્યું કે 1 નવેમ્બરથી સ્કૂલો શરુ થઈ રહી છે ત્યારે બાળકોને સ્કૂલે મોકલવા માટે વાલીઓ પર દબાણ નહીં કરવામાં આવે તેમજ- 50 ટકાથી વધારે બાળકોને સ્કૂલે નહીં બોલાવવામાં આવે.

તેમણે કહ્યું કે સ્ટાફને વેક્સિનના બન્ને ડોઝ અપાયા હોય તેવી સ્કૂલોએ ખાતરી રાખવી પડશે. 98-99 ટકા સ્ટાફને ઓછામાં ઓછો એક ડોઝ તો આપી દેવાયો છે. સિસોદીયાએ જણાવ્યું કે સ્કુલ ખુલ્યા બાદ પણ ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે. વાલીઓ બાળકોને સ્કૂલે મોકલી શકે છે પરંતુ તેમને ફરજ નહીં પડાશે.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી