શીખ સમુદાય દ્વારા કેન્દ્ર સામે આરોપ – ભેદભાવ શા માટે…?

કુંભ મેળાને મંજૂરી તો અમારા ધાર્મિક કાર્યક્રમને મંજૂરી કેમ નહીં…?

પંજાબમાં તાજેતરમાં સાત નગર પાલિકાની ચૂંટણી ભાજપનો સફાયો થયો છે. બીજી તરફ શીખ સમુદાયના સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા અકાલ તખ્ત દ્વારા કેન્દ્ર સરકાર સામે એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે પાકિસ્તાનનો ઘાર્મિક પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં ભેદભાવ રાખ્યો છે. કેમકે, તેમણે પાકિસ્તાનમાં નાનકાના સાહિબ ધાર્મિક સ્થળ માટે મંજૂરી અપાતી નથી. તેના કારણમાં કોરોના દર્શાવવામાં આવે છે. પરંતુ આજ સરકારે કુંભ મેળાને મંજૂરી શા માટે આપી ?

પાકિસ્તાન સ્થિર નાનકાના સાહિબ સ્થળ ખાતે શતાબ્દી મહોત્સવ યોજાઇ રહ્યો છે. જેમાં હાજરી આપવા પંજાબમાંથી શિખ સમુદાયનો એક જથ્થો તેમાં ભાગ લેવા ઇચ્છે છે. પરંતુ સંસ્થાના કહેવા અનુસાર કેન્દ્ર સરાકરે કોરોનાનું કારણ આાપીને ના પાડી છે. સરકારે એમ કહ્યું છે કે, પાકિસ્તાનમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ સુરક્ષાના કારણો વગેરેને લઇને મંજૂરી આપી નથી.

આ અંગે અકાલ તખ્તના જથ્થેદાર જ્ઞાની હપપ્રિતસિંઘ દ્વારા એક વીડિયો મેસેજમાં કેન્દ્ર સરકાર સામે એવો આક્ષેપ કર્યો છે કે, સરકાર શિખ સમુદાય પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખે છે કેમકે આજ સરકારે કુંભ મેળાને મંજૂરી આપી છે જેમાં લાખો નહી કરોડો લોકો એક સ્થળે એકત્ર થશે તો તેનાથી કોરોના નહીં ફેલાય ? કેન્દ્ર સરકારે મંજૂરી નહીં આપીને ઐતિહાસિક ભૂલ કરી છે. એમ મનાય છે કે, કેન્દ્ર સરકાર સામે ચાલી રહેલા કિસાન આંદોલનમાં શીખ સમુદાયની નેતાગીરી અને દિલ્હીના લાલકિલ્લા મેદાન પર શીખ ધર્મના ધાર્મિક ધ્વજ લાગવવાને કારણે કેન્દ્ર સરકાર નારાજ હોવાનું મનાય છે.

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર