અમદાવાદની GLS યુનિવર્સિટીમાં રેગિંગના આક્ષેપ

 ABVPએ વિદ્યાર્થીઓને જબરજસ્તી ખેસ પહેરાવી જય શ્રી રામના નારા લગાવડાવ્યાં

અમદાવાદની GLS યુનિવર્સિટીમાં રેગિંગના આક્ષેપ પણ લાગી રહ્યા છે. ABVPના કાયઁકતાઓ રેગિગ કર્યું હોવાનું વિદ્યાથીઓ આરોપ કરી રહ્યા છે. ABVPની સભ્ય નોંધણી દરમિયાન કેમ્પસના વિદ્યાર્થીને કેસરિયો પહેરાવી જયશ્રી રામના નારાના બોલાવ્યા હોવાની વાત વહેતી થઈ છે. સમગ્ર મામલે વિદ્યાથીઓ ગુપ્તરીતે મીડીયા સમક્ષ પોતાની આપવીતી ઠાલવી રહ્યા છે ત્યારે આ મામલે પણ અત્યાર સુધી પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

GLS યુનિવર્સિટીમાં ABVPનો સદસ્યતા અભિયાન કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં સ્વેચ્છાએ લોકોને ABVPમાં જોડવામાં આવી રહ્યા છે. ABVPના નેતાઓ દ્વારા કોલેજ બહાર જ આવતા જતા વિદ્યાર્થીઓને જબરજસ્તી રોકીને કેસરી કલરનો ખેસ પહેરાવવામાં આવે છે અને જય શ્રી રામના નારા લગાવડવામાં આવી રહ્યા છે. આ મામલે કોલેજ દ્વારા પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી.

ધૈર્ય ત્રિવેદી નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હું ગેટ નંબર 7થી નીકળતો હતો ત્યારે દક્ષ સોની, અશ્વિન વછેઠા, રુદ્ર પટેલ, ચાહત ઠાકોર સહિતના લોકોએ મને કોલેજ બહાર રોકીને ગમછો પહેરાવ્યો, પોસ્ટર ફડાવ્યાં, નારા લગાવડાવ્યાં અને મારી ટીશર્ટ ખેંચીને મને દોડાવીને મારુ રેગિંગ કર્યું.

અમદાવાદમાં ખુલ્લી જીપ બેફામ હંકારી રહ્યાં છે NSUIના નેતાઓ

તો બીજી તરફ રાજકોટમાં ABVPના નેતાઓ દ્વારા બેફામ વાહન ચલાવીને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બાદ અમદાવાદથી પણ વધુ એક વીડિયો સામે આવ્યો છે. GLS યુનિવર્સિટીમાં ખુલ્લી જીપમાં NSUIના નેતાઓ બેફામ વાહન ચલાવી રહ્યા છે. ખુલ્લી જીપમાં NSUIના નેતાઓ GLS યુનિવર્સિટીમાં ફરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.  વિદ્યાર્થી નેતાઓ બેફામ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે.. છતાં તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી..જેથી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી