વડોદરા : છોકરીઓનું ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હોવાનો આક્ષેપ

 મધર ટેરેસા દ્વારા સ્થપાયેલી સંસ્થા ‘મિશનરીઝ ઑફ ચેરિટી’ સામે એફઆઈઆર

મધર ટેરેસા દ્વારા સ્થપાયેલી સંસ્થા મિશનરીઝ ઑફ ચેરિટી પર ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજિયન એક્ટ, 2003 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં ચાલતા શેલ્ટર હોમમાં કથિત રીતે “હિંદુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા” અને “યુવા છોકરીઓને ખ્રિસ્તી ધર્મ તરફ પ્રલોભન” કરવા બદલ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી છે. જોકે સંસ્થાએ આ આરોપને ફગાવી દીધો છે.

વડોદરામાં મિશનરી ઓફ ચેરિટેબલ ચિલ્ડ્રન હોમ ફોર ગલ્સ સામે ધર્માંતરણ કરાતું હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.સંસ્થામાં રહેતી પંજાબી યુવતીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર હોવાનો આરોપ લાગ્યો છે તેમજ દરેક બાળકીઓના ગળામાં ક્રોસ પણ જોવા મળ્યો છે.

સંસ્થામાં રહેતી બાળકીના જણાવ્યા મુજબ ફરજિયાત બાઈબલ આપતા અને ભોજનમાં નોનવેજ પણ આપતા હતા. ચાઈલ્ડ લેબર રેડમાં મળી આવેલા બાળકોને અંગેનો રિપોર્ટમાં તથ્યો સામે આવ્યા છે. સમાજ સુરક્ષા વિભાગ તપાસમાં સંસ્થાએ બાળકોનો અહેવાલ રજૂ ન કર્યો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. 

મહત્વનું છે કે ગઈ કાલે મકરપુરામાં આવેલી મિશનરી ઓફ ચેરિટેબલમાં ધાર્મિક પ્રવૃતિ ચાલતું હોવાનું સામે આવ્યું હતું જે બાદ સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવામાં આવી હતી.મિશનરીમાં ધર્મ પરિવર્તનની પ્રવૃતિ ચાલતી હોવાની ફરિયાદમાં દાવો કરવામાં આવી રહ્યો છે પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં અન્ય સમાજમાં યુવતીઓના લગ્ન કરાવાતા હોવાનો ઉલ્લેખ કરાયો છે એટલું જ નહીં મિશનરીમાં યુવતીઓને બાઈબલ ભણાવાતું હોવાનું પણ સામે આવ્યું છે. 

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી