September 28, 2020
September 28, 2020

કંગના રનૌતનાં ઘર પર ફાયરિંગ બાદ પોલીસ તૈનાત, બોલી – મને ડરાવવાનો પ્રયાસ..

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ પોતાના નિવેદનોને લઇ લગાતાર ચર્ચામાં રહેતી કંગના રનૌતના ધર નજીક ફાયરિંગ થઇ હોવાની ઘટના સામે આવી છે. કંગના રનૌતની ટીમ શુક્રવારે અડધી રાતે આ મામલે પોલીસમાં જાણ કરી હતી. ઘરની નજીક ફાયરિંગનો અવાજ સંભળાયો છે. કંગના રનૌતે કહ્યું છે કે તેને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં કંગનાની સુરક્ષા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે.

કંગનાએ કહ્યું હતું, હું મારા બેડરૂમમાં હતી અને રાત્રે લગભગ 11.30 વાગે મને ફટાકડા જેવો અવાજ સંભળાયો હતો. મને પહેલાં એવું લાગ્યું કે કોઈએ ફટાકડા ફોડ્યા છે પરંતુ જ્યારે બીજીવાર આ અવાજ આવ્યો ત્યારે હું એકદમ સાવધ થઈ ગઈ હતી, કારણ કે આ ગોળીબારનો અવાજ હતો.

જો કે આ કેસમાં પોલીસને હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી. કંગનાનું માનવું છે કે આ બધું કાવતરું તેને ડરાવવા માટે કરવામાં આવી રહ્યું છે. કારણ કે તે સુશાંત સિંહ કેસમાં ઘણું બોલી રહી છે. આવી સ્થિતિમાં પોલીસે આ કેસની તપાસ કરતી વખતે અભિનેત્રીના ઘરની આસપાસ પોલીસની ટીમ ગોઠવી દીધી છે.

ફાટરિંગની ફરિયાદ બાદ કંગનાએ કહ્યું હતું કે તેની પોલિટિકલ કમેન્ટને કારણે આ બધું થઈ રહ્યું છે. કંગનાએ દાવો કર્યો હતો કે કોઈએ વિદેશી હથિયાર સાથે ગોળી ચલાવી હતી. કંગનાએ કહ્યું હતું કે તે આ ઘટના બાદ પણ ડરશે નહીં.

 30 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર