September 26, 2022
September 26, 2022

BIG Breaking: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્યપદેથી આપ્યું રાજીનામું

અલગ અલગ ચૂંટણી યોજીને પહેલેથી જ રાજ્યસભાની બાજી ભાજપના હાથમાં હતી, ત્યારે ચૂંટણી પૂરી થવાને બે કલાકની વાર છે ત્યાં કોંગ્રેસને મોટો ફટકો પડે તેવા સમાચાર મળ્યા છે. કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કર્યા બાદ ભાજપના નેતાઓ સાથે સતત સંપર્ક વધારીને મત ગણતરી પહેલા જ વિધાનસભાના અધ્યક્ષને ધારાસભ્યપદેથી રાજીનામું સોંપી દીધું હતું. ધવલસિંહ ઝાલાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે.

જ્યારે પણ રાજ્યસભાની ચૂંટણી આવે છે ત્યારે ક્રોસ વોટિંગ કોંગ્રેસ માટે માથાનો દુખાવો બની જતું હોય છે. આ વચ્ચે સવાલ થાય છે કે શું કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી નથી શક્તી કે, પછી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો જ કોંગ્રેસ પક્ષ માટે વફાદાર નથી. અલ્પેશ ઠાકોરના આ વલણથી અકળાઈ ઉઠેલા કોંગ્રેસના સમર્થકોએ અલ્પેશ ઠાકોરની વિરૂદ્ધમાં સુત્રોચ્ચારો પોકાર્યા હતા કે, અલ્પેશ ઠાકોર 20 કરોડોમાં વેચાયો છે. આ સુત્રોચ્ચારોથી અલ્પેશ ઠાકોર અને તેના સાથી ભાજપના ધારાસભ્યોમાં સોંપો પડી ગયો હતો.

રાજીનામુ આપીને અલ્પેશ ઠાકોરે કહ્યું કે, મેં અંતરાત્માના અવાજથી રાજીનામુ આપ્યું છે. જે રીતે પાર્ટીના નેતા ઘાંઘા થયા હતા. જે રીતે તેઓએ મારી સાથે અપમાનજનક વ્યવહાર કર્યો છે, મારા સરકારી આવાસ પર જે રીતે વ્હીપ ચોંટાડ્યુ, તે યોગ્ય નથી. જ્યાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે રાજીનામુ આપ્યું હોય, ત્યાં મારુ કથન સારુ થાય છે. મેં રાજીનામુ આપ્યું છે. જેનામાં જે તાકાત હોય તે કહે, ગુજરાત તથા રાધનપુરના વિકાસ માટે જે પણ કંઈ થશે તે કરીશ. પાર્ટીમાં માનસિક ત્રાસ બહુ હતો. પોતે પ્રજાની નાડ પારખી શક્તા નથી.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી