અમદાવાદઃ મંત્રી બનવાનાં ફકત સપના જોનાર અલ્પેશ ઠાકોર જોડાશે ભાજપમાં…

છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ છોડ્યા બાદ પક્ષ વિના લટકી પડેલા અલ્પેશ ઠાકોર ના છૂટકે ભાજપમાં આવતીકાલે જોડાશે. પરંતુ અલ્પેશ ઠાકોરનું મંત્રી બનવાનું સપનુ ભાજપ પુરું નહીં કરે. જેથી અલ્પેશ ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરશે.

અલ્પેશ ઠાકોરે પણ નિર્દેશ આપ્યો હતો કે, પાર્ટી જે કામ સોંપશે તે કરવા તૈયાર છે. આમ મંત્રી બનવાના સપના જોનારો અલ્પેશ હવે માત્ર કાર્યકર બનીને રહી જશે. અલ્પેશ ઠાકોરની સાથે તેનો ઝભ્ભો પકડીને ગયેલા પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ કેસરિયો ખેસ ધારણ કરશે. આ સમયે ઓબીસી એકતામંચના અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી