Video : શંકર ચૌધરીની બોલિંગ પર અલ્પેશ ઠાકોરે ફટકારી સિક્સર..

આગામી ચૂંટણીઓ સાથે આ વીડિયોને સરખાવતાં લોકોએ અટકળો લગાવી

બનાસકાંઠા જિલ્લાના ભાભરના અબાળા ખાતે ગઈકાલે ગુરુવારે રાત્રે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં બનાસડેરીના ચેરમેન અને પૂર્વ મંત્રી શંકર ચૌધરીની બોલિંગ પર અલ્પેશ ઠાકોરે સિક્સર મારી હોવાના વીડિયો વાઇરલ થયો હતો. આગામી વિધાનસભાની ચૂંટણીઓ સાથે આ વીડિયોને સરખાવીને લોકો અનેક અટકળો લગાવી રહ્યા છે.

ગઈ કાલે ભાભર તાલુકાના અબાળા ગામે જોગમાયા મંદિરના લાભાર્થે આયોજિત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટના શુભારંભ પ્રસંગમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. ટૂર્નામેન્ટના ઓપનિંગ સમયે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર ક્રિકેટ રમ્યા હતા. શંકર ચૌધરીની બોલિંગ પર અલ્પેશ ઠાકોરે સિક્સર મારી હતી. સોશિયલ મીડિયામાં વીડિય વાયરલ થયો છે.

એક ચૌધરી સમાજના નેતા અને એક ઠાકોર સમાજના નેતાને ક્રિકેટ પિચ પર મેચ રમતા જોઈ લોકોએ આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અનેક અટકળો લગાવી હતી. ત્યારે હવે આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર ક્લિન બોલ્ડ થશે કે સિક્સર ફટકારશે તે જોવું રહ્યું.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી