અલ્પેશ ઠાકોરે 3 ભૂમાફિયાઓના નામ જાહેર કર્યા, જમીન પચાવ્યાનો આરોપ

કરોડોની જમીન પર કબજો કરનાર ભૂમાફિયાઓને ઉઘાડા પાડ્યા

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 પસાર કરવામાં આવ્યો છે. ત્યારે તાજેતરમાં રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હોવાના સમાચાર સામે આવ્યા બાદ હવે અમદાવાદના જિલ્લામાં હંસપુરા ભૂમાફિયાઓએ કરોડોની જમીન પચાવી પાડી હોવાનો અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ખુલાસો કર્યો હતો. 

આજે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ભૂ-માફિયાઓના નામની જાહેરાત કરી હતી. અલ્પેશ ઠાકોરે ભૂમાફિયાઓને ઉઘાડા પાડ્યા હતા. અલ્પેશ ઠાકોરે કલ્પેશ પટેલ ( ગણેશ મેરિડિયન ), ઉદય ભટ્ટ ( ગેલેક્સી ગ્રુપ ), અને ભાવિક દેસાઈ અને તેના સાગરીતોના નામ જાહેર કર્યા હતા. 

ગણેશ મેરેડીયનના કલ્પેશ પટેલે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની 250 કરોડની જમીન પચાવી હોવાનો આક્ષેપ થયો છે. ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની 400 કરોડની જમીન પચાવી હોવાનો આક્ષેપ થયો છે. જયારે ભાવિક દેસાઈ અને તેના સાગરીતોએ વસ્ત્રાલના ખેડૂતની 150 કરોડની જમીન પચાવ્યાનો આક્ષેપ કરાયો છે.

 84 ,  1