અલ્પેશ ઠાકોરને રહી રહીને કેસરિયો ગમવા લાગ્યો…!

ગુજરાત લોકસભાની 26 બેઠકો માટે 371 ઉમેદવારો નક્કી થઇ ગયા છે. ચૂંટણીઓ પહેલા ભાજપે કોંગ્રેસ માંથી કુંવરજી બાવળિયા, આશાબેન પટેલ, જવાહર ચાવડા વગેરેને તોડ્યા હતા. જવાહર ચાવડા ભાજપમાં જોડાય તેવી કોઈ શક્યતા નહતી. અને અલ્પેશ ઠાકોર ભાજપમાં જવા માટે હણહણી રહ્યો છે. એમ મનાતું હતું.

ઠાકોરે તે વખતે એવો બચાવ કર્યો કે તેઓ ભાજપમાં જવા માંગતા નથી. તેમણે ના પાડી અને ચાવડા ફટાક કરીને ભાજપમાં જોડાયા અને મંત્રી બન્યા. છેલ્લા કેટલાક દિવસથી ઠાકોર સેના પાટણ અને બનાસકાંઠા બેઠકો થતા ભાજપના શંકર ચૌધરી સાથે અલ્પેશની મિત્રતાને લઈને અટકળો વહેતી થઇ હતી કે ઠાકોર બચ્ચા અલ્પેશ ફરીથી કમલમ જવા માંગે છે.

અલ્પેશ ઠાકોર આ લખાય છે ત્યાં સુધીમાં ભાજપમાં જોડાય ગયા હશે અથવા જોડાવાની તૈયારીઓ ચાલતી હશે. ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠાની બેઠકો અંકે કરવા માટે ભાજપે અલ્પેશના ખભે બંદુક મુકીને ઠાકોર મતોમાં ગાબડા પાડવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ માંથી વધુ એક ‘કુંવર’ ઠાકોર ભાજપ તરફ જવા નીકળ્યા છે.

 37 ,  3