રાજીવની હત્યા કરનારાઓએ હેલિકોપ્ટર ઉડાવ્યુ…??

એમઆઇ17વી5 ચોપરની કાર્યદક્ષતા સામે પણ સવાલો…

બિપિન રાવતના હેલિકોપ્ટર સાથે ખરેખર શું થયું..?

શું આતંકી સંગઠન એલટીટીઇ હજુ સક્રિય છે..?

જ્યારે એક મહિલા રાજીવના પગે પડી અને….

શંકા-કૂશંકાને બદલે તપાસ રિપોર્ટની રાહ જોઇએ..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ આર્મી-સીડીએસ-જનરલ બિપીન રાવતને અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી છે.જનરલ રાવત અને તેમની સાથે અન્ય મહાનુભાવો જે હેલિકોપ્ટરમાં તમિલનાડુમાં સલુરથી વેલિંગ્ટન જઇ રહ્યાં હતા તે હેલિકોપ્ટર રશિયન બનાવટનું અતિ આધુનિક પ્રકારનું એમઆઇ17વી5ની કાર્યદક્ષતા સામે કોઇ શંકા નથી. વાયુદળમાં તેનો ઉપયોગ વીવીઆઇપીને લાવવા લઇ જવા માટે થાય છે.

જનરલ રાવત કૂન્નૂરમાં આવેલી વેલિંગ્ટન આર્મી સ્કૂલમાં નવા પાસઆઉટ છાત્રોને સંબોધન માટે દિલ્હીથી વિમાન દ્વારા સલુર પહોંચ્યા અને ત્યાંથી 20-25 મિનિટના અંતરે આવેલ વેલિગન્ટન સ્કૂલ જવા હેલિકોપ્ટરમાં સવાર થયા હતા. જો કે તેઓ અને તેમના સાથીઓ ત્યાં ઉતરે તે પહેલાં હેલિકોપ્ટરને નીલગીરીના જંગલોમાં ઉતરવુ પડ્યુ અથવા ભારે ધૂમ્મસભર્યા ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરને નીચે લઇ જતી વખતે પાયલટને ખબર નહીં પડી હોય કે તેઓ એટલા નીચે આવી ગયા છે કે ઉંચા ઝાડના જંગલમાં પહોંચી ગયા અને ધડાકાભેર તૂટી પડ્યુ અને આવા અકસ્માતમાં થાય છે તે મુજબ હેલિકોપ્ટરમાં રહેલા જવલનશીલ બળતણને કારણે આગ લાગી અને માત્ર બે સિવાય બધા તેમાં હોમાઇ ગયા.

હેલિકોપ્ટર તૂટી ગયા બાદ પણ જનરલ રાવત જિવિત હતા અને તેમને બચાવનાર લોકો લઇ જઇ રહ્યાં હતા ત્યારે શરીરે દાઝેલા હોવા છતાં તેમણે ધીમા અવાજે પોતાની ઓળખાણ પણ આપી કે મૈં જનરલ રાવત હું…જો કે હોસ્પિટલ લઇ જતી વખતે રસ્તામાં જ તેઓ મુત્યુ પામ્યા. અન્ય બચી ગયેલા અધિકારી વરૂણસિંહને બેંગ્લોર શિફટ કરાયા છે અને જો તેઓ બચી જશે તો તેઓ કહી શકશે કે તેમની સાથે શું થયુ હતું.

કેન્દ્ર સરકારે દેશના પ્રથમ સીડીએસને લઇ જતાં હેલિકોપ્ટર દુર્ઘટનાની ત્રણ પ્રકારની તપાસ કરવાની જાહેરાત કરી છે. સરકારી રાહે તપાસ શરૂ થઇ પણ ગઇ હશે તે પહેલાં તો મિડિયામાં નિષ્ણાતોને ટાંકીને શંકા-કૂશંકાઓ શરૂ થઇ ગઇ છે. નિવૃત બ્રિગેડિયર સુધીર સાવંતે નવી થીયરી રજૂ કરી કે સીડીએસના હેલિકોપ્ટરને એલટીટીઇ અને પાકિસ્તાનની ભાંગફોડ એજન્સી આઇએસઆઇનું કાવતરૂ હોઇ શકે….! તો ચીનની રાજનિતિ અને રક્ષાનીતિ પર બારીક નજર રાખનાર વ્યૂહનીતિકાર બ્રહ્મા ચેલાનીએ તો રીતસર ચીન સામે જ આંગળી ચીંધી દીધી કે ચીન જેને હડપ કરવા માંગે છે તે તાઇવાનના લશ્કરી સેનાપતિ શેન ચિ મિંગનું પણ આ જ રીતે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. તેમનુ હેલિકોપ્ટર તાઇપેઇ નજીકના પહાડોમાં તૂટી પડ્યુ હતું. તેમ ચીને રાવત સાથે પણ એવુ જ કર્યુ હશે કે કેમ કે ચીનને રાવત ખટકતા હતા.

એક અહેલા એવા પ્રસિધ્ધ થયા કે રાવતનું હેલિકોપ્ટર રવાના થાય તે પહેલાં સલૂર એરબેઝથી બે નાનકડા ચોપરને પ્રોટોકોલના ભાગરૂપે નિયત રૂટ પર હવામાનની ચકાસણી માટે રેકી કરવા મોકલવામાં આવ્યાં હતા જેથી રૂટ પર કોઇ અડચણો તો નથી ને તેની જાણ કરીને સબ સલામતનો સંદેશો આપી શકે.. જો કે મદ્રાસ રેજીમેન્ટલ સેન્ટરે તેનું ખંડન કર્યું કે આવા કોઇ ચોપર રેકી માટે મોકલવામાં આવ્યાં નહોતા. બે ચોપર વેલિંગ્ટન હેલિપેડ પર ઉતર્યા કે ઉતર્યા વગર જ પરત આવ્યાં તેની પણ કેઇ નોંધ નથી.

મદ્રાસ રેજીમેન્ટલ સેન્ટરે એમ કહ્યુ કે વાસ્તવમાં રેકી માટે કે નિયત રૂટની ચકાસણી માટે ટ્રાયલ રન કરવામાં આવી નહોતી કેમ કે જનરલ જે હેલિકોપ્ટરમાં પ્રવાસ કરવાના હતા તે વિશ્વાસપાત્ર અને કોઇપણ સ્થિતિમાં સલામત રીતે ઉડી શકે એવા આધુનિક ઉપકરણોથી સુસજ્જ હતુ. સાદા શબ્દોમાં કહીએ તો રશિયન બનાવટનું એમઆઇ17વી5 હેલિકોપ્ટર ભરોસે કે લાયક અને તેની ઉડ્ડયન ક્ષમતા અંગે કોઇને પણ જરા સરખી શંકા નહોતી. વીવીઆઇપી મૂવમેન્ટ માટે પણ તેનો ઉપયોગ થતો આવ્યો હોવાથી 20-25 મિનિટના ટૂંકા અંતરમાં તેને કોઇ મુશ્કેલી નહીં પડે એમ સૌ કોઇ માની રહ્યાં હતા.

પરંતુ જેને સૈન્ય નિષ્ણાતો દ્વારા અતિ આધુનિક એડવાન્સ્ડ માનવામાં આવે છે તે એમઆઇ17વી5 પ્રકારનું હેલિકોપ્ટર ધૂમ્મસમાં કેમ ગોથુ ખાઇ ગયુ કે અનુભવી બબ્બે પાયલટ છતાં તેમની માનવીય ક્યાં ભૂલ થઇ અને એવુ તે શું થયું કે બચાવ માટેનો સંદેશો મોકલવા જેટલો પણ સમય તેમને ન મળી શક્યો…તે સઘળી હકીકતો બહાર આવે ત્યારે જે હેલિકોપ્ટરનો ખુદ વડાપ્રધાનના પ્રવાસ માટે ઉપયોગ થાય છે તે અતિઆધુનિક હેલિકોપ્ટરની ક્ષમતા અંગે પણ જાણકારી બહાર આવશે.

નિવૃત બ્રિગેડિયર સુધીર સાવંતે જે એલટીટીઇ સંગઠન સામે આંગળી ચીધી છે તે એ જ આતંકી સંગઠન છે કે જેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા મહિલા માનવ બોંબ ધનુ દ્વારા 21 મે, 1991માં લોકસભાની ચૂંટણીઓના પ્રચાર વખતે જ તામિલનાડુમાં શ્રીપેરૂમ્બુદર ખાતે કરી હતી. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે તેમણે તે વખતે શ્રીલંકાની તત્કાલિન સરકારથી દોરવાઇને ત્યાંની સરકાર સામે લડી રહેલા મૂળ તામિલનાડુના સ્થાનિક તમિલોના ગોરિલા લડાકૂ સંગઠન એલટીટીઇનો સામનો કે ખાત્મો કરવા ભારતનુ લશ્કરની કેટલીક ટુકડીઓ કોલંબો મોકલી હતી અને તેનો બદલો લેવા રાજીવની હત્યા માટે લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ-એલટીટીઇ-એ માનવ બોંબનો ઉપયોગ કર્યો હતો.

એલટીટીઇ શ્રીલંકામાં પોતાનુ અલગ સ્ટેટ ઇલમની રચના માટે ત્યાંની સરકાર સામે હથિયારો દ્વારા લડી રહ્યું હતુ અને તેને આતંકી સંગઠન જાહેર કરવામાં આવ્યુ હતું. સુધીર સાવંતની વાત માનીએ તો એલટીટીઇ હજુ સક્રિય હોઇ શકે.

8 ડિસેમ્બર,2021ના રોજ તામિલનાડુમાં સલૂર એરબેઝથી થોડેક દૂર વેલિંગ્ટન હેલિપેડ જવા રવાના થયેલા જનરલ રાવત અને તેમના પત્ની સહિત અન્યોને લઇ જતાં રશિયન બનાવટના અતિઆધુનિક એડવાન્સ્ડ પ્રકારનું એમઆઇ17વી5 હેલિકોપ્ટર પાયલટની કોઇ ભૂલને કારણે ક્રેશ થયું કે હવામાન નડી ગયુ કે તેમાં ચીન કે પાકિસ્તાન કે પછી એલટીટીઇનો હાથ હતો કે પછી એ ઉડાન પહેલા કે ઉડાન પછીની થોડીક જ મિનિટોમાં ખરેખર શું થયું તેના અંગે હાલમાં શિયાળામાં બદામપાક ખાઇ બુધ્ધિ લડાવીને જાતજાતના તર્ક અને વિતર્ક…શંકા અને કૂશંકા..કરવાને બદલે તપાસ રિપોર્ટની રાહ જોવી જોઇએ…અને નવા સીડીએસની સુરક્ષા માટે આવા હવાઇ પ્રવાસમાં સલામતી માટે પ્રોટોકોલ નિયમોની સર્વગ્રાહી પુનઃસમીક્ષા કરવી પડે તો પુનઃસમીક્ષા પણ કરીએ તો નવા સીડીએસને આવી કોઇ દુર્ઘટનામાંથી બચાવી શકીશું…વિશેષ કરીને તેમના હવાઇ પ્રવાસ વખતે તેમના હેલિકોપ્ટરની આગળ પાછળ બીજા નાનકડા ચોપરો પણ ઉડી રહ્યાં ઙશે તો…

 83 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી