હવે અમરસિંહ પણ બન્યા ચૌકીદાર, ટ્વિટર પર બદલ્યું નામ

સપાના પૂર્વ નેતા રાજ્યસભા સાંસદ અમર સિંહે ટ્વિટર પર પોતાનું નામ બદલ્યું છે. તેમણે પોતાના નામની સાથે ચૌકીદાર જોડી દીધું છે. હવે તેઓ ટ્વીટર પર ચૌકીદાર અમર સિંહ બની ગયા છે. પીએમ મોદીના ટ્વટીર પર નામ સાથે ચૌકીદાર જોડ્યાના તુરંત બાદ હવે મોટાભાગના ભાજપના નેતાઓએ પોતાના નામની આગળ ચૌકીદાર જોડી દીધું છે.

આપને જણાવી દઇઈએ, અમર સિંહ છેલ્લા કેટલાક દિવસોથી સતત નરેન્દ્ર મોદી અને ભાજપના વખાણ કરી રહ્યા છે. રાજ્યસભા સાંસદ અમર સિંહે ટ્વીટ પર પોતાના નામની સાથે ચૌકીદાર તો લખ્યું જ છે. ઉપરાંત તેઓ એક પછી એક કેટલાય વિપક્ષના નેતાઓને નિશાન પર લઈ વડાપ્રધાન મોદીને સમર્થન આપ્યું છે.

એટલું જ નહીં, અમર સિંહ પુલવામા હુમલો, નીરવ મોદીની ધરપકડ અને એર સ્ટ્રાઈકને લઇ મોદી સરકારની સરાહના કરી રહ્યા છે. અમર સિંહને સમાજવાદી પાર્ટીએ રાજ્યસભા મોકલ્યા હતા પરંતુ બાદમાં તેમને સપાથી બરતરફ કરવામાં આવ્યા હતા. જે બાદ અમર સિંહ ભાજપના નજીકના બની ગયા છે.

 124 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી