કોરોના મહામારીને કારણે અમરનાથ યાત્રા રદ, ઓનલાઈન દર્શનની વ્યવસ્થા

અમરનાથ યાત્રાને લાગ્યું કોરોનાનું ગ્રહણ

અમરનાથ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી જે મુદ્દે અસમંજતા ચાલી રહી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી છે.

હવે જો કે 28 જૂનથી બાબા બર્ફાનીનાં દર્શન ભક્તો ઓનલાઈન કરી શકશે. શ્રી અમરનાથ છડી મુબારક 22 ઓગસ્ટે ગુફામાં લાવવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ મુદ્દે અધિકૃત નિવેદન માટે રાહ જોવાઈ રહી છે.

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ શ્રાઈન બોર્ડ સાથે ચર્ચા કર્યાં બાદ આ અંગે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે લોકોનું આરોગ્ય એ અમારી અગ્રિમતા છે, જેને ધ્યાનમાં રાખી આ યાત્રા રદ્દ કરવામાં આવી છે. આ પહેલા પહેલા સિન્હાએ શુક્રવારે કહ્યું હતું કે સરકાર જલ્દી વાર્ષિક અમરનાથ યાત્રાના આયોજનને લઈ નિર્ણય કરશે. 

સમૃદ્ધની સપાટીથી 3,880 મીટરની ઉંચાઈ પર હિમાલયમાં આવેલા અમરનાથની 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા 28 જૂનથી પહલગામ અને બાલટલ રુટથી શરૂ થવાની હતી અને 22 ઓગસ્ટ સુધી ચાલવાની હતી. જોકે કોરોના મહામારીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી શ્રાઈન બોર્ડે આ વર્ષે અમરનાથ યાત્રા નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં પણ કોરોના મહામારીને લીધે યાત્રા રદ્દ કરવામાં આવી હતી.

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગયા સપ્તાહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોલાવેલી બેઠકમાં મનોજ સિંહાએ ભાગ લીધો હતો. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, અગ્રણી સુરક્ષા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 56 ,  1