જમ્મૂ-કાશ્મીર: હુમલાનાં ભયે અમરનાથ યાત્રા કરાઇ સ્થગિત ..

જમ્મૂ-કાશ્મીર ના અનંતનાગ હાઇવેની નજીક IEDની બાતમી સુરક્ષા એજન્સીઓને મળ્યા બાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. સુરક્ષા બળને મીર માર્કેટમાં IED હોવાની આશંકા છે, જેને લઇને આ વિસ્તારમાં સેના દ્વારા સર્ચ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ અમરનાથ પહોંચી રહ્યાં છે. અમરનાયાત્રા માટે સોમવારે જમ્મૂથી 3,178 શ્રધ્ધાળુઓનો એક વધુ જથ્થો રવાના થયો. આ વર્ષે 1લી જૂલાઇથી યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 2.7 લાખથી વધુ શ્રધ્ધાળુઓ સમુદ્ર સ્તરથી 3,888 મીટર ઉપર સ્થિત આવેલ અમરનાથ બાબાના દર્શન કરી ચૂક્યાં છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી