અમરનાથ યાત્રા શરૂ, આતંકી હુમલાની ધમકી વચ્ચે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો રવાના

અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓનો પહેલો જત્થો આજે રવાના થઈ ગયો. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં દેશભરમાંથી લગભગ દોઢ લાખ શ્રદ્ધાળુઓએ 46 દિવસ ચાલનારી આ અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

પહેલા ગ્રુપમાં 2,234 શ્રદ્ધાળુઓ રવાના થયા છે. શર્માના જણાવ્યા પ્રમાણે, યાત્રા માટે તમામ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે જ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, રાજ્યમાં આતંકવાદ ખતમ થવાના આરે છે. આશા છે કે 2020માં અમરનાથ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થાની જરૂર નહીં પડે.

આ યાત્રા અનંતનાગ જિલ્લાના 36 કિમી લાંબા પારંપરિક પહલગામ માર્ગ અને ગાંદેરબલ જિલ્લાના 14 કિમી લાંબા બાલટાલ માર્ગથી થઈને જાય છે. સાધુઓ સહિત હજારો શ્રદ્ધાળુ જમ્મુ પહોંચવાનું શરૂ થઈ ગયું અને તીર્થયાત્રાને લઈને ઘણા ઉત્સાહિત છે.

જમ્મુ પોલીસના આઈજી એમ કે સિન્હાએ કહ્યું કે જોખમની આશંકાને જોતા યાત્રા માર્ગ પર લખનપુર (જમ્મુ-કાશ્મીરનું પ્રવેશદ્વાર)થી લઈને આધાર શિબિરો, આશ્રય કેન્દ્રો, રોકાણ સ્થળો અને સામુદાયિક રસોડા જેવા સ્થળો પર પુરતો સુરક્ષા બંદોબસ્ત કરાયો છે.

તેમણે કહ્યું કે અમરનાથ યાત્રામાં વિધ્નો નાખવાની આતંકવાદીઓની કોઈ પણ યોજનાને લઈને કોઈ પણ ગુપ્ત બાતમી નથી પરંતુ રાજ્યની વર્તમાન સુરક્ષા સ્થિતિ જોતા કોઈ પણ આતંકી પ્રયાસને નિષ્ફળ બનાવવાના પુરતા સુરક્ષા બંદોબસ્ત કરાયા છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી