વેબ સીરીઝ ‘તાંડવ’માં હિન્દુ દેવતા પર અભદ્ર ટિપ્પણીને લઇ ભાજપનો ઉગ્ર વિરોધ
‘તાંડવ’ વેબ સીરીઝના રિલીઝ બાદ જ તેને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે. કેટલાક સંગઠન અને ભાજપના નેતા આને બેન કરવાની માંગ કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય રામ કદમે સૈફને નિશાને લેતા કહ્યું કે તે એવી વૅબ સિરીઝનો હિસ્સો બન્યા છે જેમાં હિન્દુ ભાવનાઓને ઠેસ વાગી છે. આ વિવાદ હેઠળ સૈફ અને કરીના કપૂર ખાનના ઘરની બહાર પોલિસ સુરક્ષા આપવામાં આવી છે.
ભાજપના નેતા રામ કદમે ટ્વીટ કરીને જાણ કરી છે કે તેઓ મુંબઇમાં એમેઝોન વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે, આ દરમિયાન વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે. તેણે લોકોને એમેઝોનનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. એટલું જ નહીં, બીજેપી નેતાનું કહેવું છે કે એમેઝોન સામે ‘જૂતે મારો’ આંદોલન કરવામાં આવશે.
રામકદમે કહ્યું કે આવું ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી હાથ જોડીને માફી માંગતા વિવાદિત તાંડવ વેબ સીરીઝને પોતાના પોર્ટલ પરથી ડિલીટ કરવામાં આવતી નથી. ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આ મામલાને લઇને તેમણે રણ હોવાની વાત કરતાં આસ્થાની મજાક ઉડાવવાની વાતને કઠોર દંડની માંગ કરી. તેમણે કહ્યું કે હવે સંયમ નહી ફક્ત જવાબ આપવામાં આવશે.
તો આ તરફ વેબ સીરીઝ તાંડવના વિરોધને લઇને સરકાર એક્શનમાં છે. સરકારે એમેઝોન પાસે જવાબ માગ્યો છે. સૂચના મંત્રાલયે તાંડવના કન્ટેન્ટને લઇને એમેઝોનને સોમવારે જવાબ આપવા માટે કહ્યું છે.
લખનઉમાં એક્ટર સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, સુનિલ ગ્રોવર, તિગ્માંશુ ધૂલિયા જેવા દિગ્ગજ કલાકારો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આ વિવાદના કારણે સોશ્યલ મિડીયા પર પણ લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે.
શું છે સમગ્ર મામલો?
શુક્રવારે એક્ટર સૈફ અલી ખાન-ડિંપલ કાપડિયા અને અલી જીશાન આયૂબ સ્ટારર વેબ સીરીઝ તાંડવ રિલીઝ થઇ છે. આ સીરીઝમાં કેટલાક સીનને લઇને કેટલાક લોકોએ ખેદ વ્યક્ત કરી રહ્યા છે. હિંદુઓની ભાવનાને ઠેંસ પહોંચાડવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વર્ગ દ્વારા તાંડવ વિરૂદ્ધ માહોલ બનાવવાનું શરૂ કરી દીધું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, જીશાન આયૂબે આ સીરીઝમાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે. આના કારણે #BoycottTandav ટ્રેન્ડ કરી રહ્યું છે.
30 , 1