કોરોનાને ધ્યાનમાં રાખીને અંબાજી ભાદરવી પૂનમનો મેળો કરાયો રદ

યાત્રાધામમાં કિલ્લેબંધી, હજારો જવાનોની સુરક્ષા ગોઠવાઈ

અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ગૃહ સચિવે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આ નિર્ણય લીધો છે. એટલું જ નહીં, 25 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય પણ લેવાયો છે. સંઘને મંજૂરી ન આપવા આદેશ કરાયો છે. ગૃહ સચિવે જિલ્લા પોલીસવડાને આદેશ કર્યો છે. ભીડ ભેગી ન થયા તે માટે તકેદારી રાખવા આદેશ કરાયો છે. 

અંબાજી ખાતે યાત્રિકોની પાંખી હાજરી વચ્ચે હજુ પણ લાખો યાત્રિકો અંબાજી આવવાની તંત્રની ધારણાને લઇ સુરક્ષા વિભાગ દ્વારા પણ પાંચ હજાર જેટલા સુરક્ષા જવાનો દ્વારા કિલ્લેબંધી કરવામાં આવી છે.

શ્રાવણ સુદ પાંચમથી જ અંબાજીમાં પદયાત્રીઓનો પ્રવાહ ઉમટ્યો હતો. દરમિયાન લાખો યાત્રિકો માંના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લાખો યાત્રિકો આવવાની વહિવટી તંત્રની ધારણામાં તંત્ર દ્વારા અંતિમ ઘડીએ પણ આયોજન અને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. એ સાથે જ સુરક્ષા વિભાગ દ્વારા પણ પાંચ હજાર જેટલા સુરક્ષા જવાનો દ્વારા અંબાજી મંદિર સહીત માર્ગોને સાંકળી અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી છે.

ડોગ સ્ક્વોડ – બોમ્બ ડિસ્પોજેબલ સ્ક્વોડ સહિત હજારો જવાનો ખડેપગે

મંદિર સહીત પરિસરમાં આધુનિક ઉપકરણો દ્વારા ચેકીંગઅંબાજી ભાદરવી પૂનમે મંદિર સુરક્ષાને લઇ સુરક્ષા વિભાગ દ્વારા મંદિર સહીત મંદિર પરિસર અને નજીકના પોઇન્ટ ઉપર ડોગ સ્ક્વોડ સહીત બોમ્બ ડિસ્પોજેબલ સ્ક્વોડ દ્વારા ચ્પ્પએ ચપ્પાનું બારીકાઇથી નિરીક્ષણ અને ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી