September 21, 2020
September 21, 2020

PM મોદીએ રફાલનું કર્યું સ્વાગત, સંસ્કૃતના શ્લોકમાં લખ્યો ખાસ સંદેશ

PM મોદીએ સંસ્કૃતમાં ટ્વિટ કરીને લખ્યું, રાષ્ટ્ર રક્ષાથી વધીને ન કોઈ પુણ્ય છે, ન કોઈ વ્રત છે, ન કોઈ યજ્ઞ છે.

ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં આજનો દિવસ ઘણો જ ખાસ છે. આધુનિક ટેકનિકથી લેસ ફાઈટર પ્લેન રફાલ ભારત પહોંચી રહ્યું છે. યુએઈથી ઉડાન ભર્યા બાદ થોડા સમયમાં જ પાંચેય રફાલ વિમાનોએ ભારતીય વાયુસીમામાં એન્ટ્રી કરી, જે બાદ કંટ્રોલ રૂમ દ્વારા રાફેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાફેલે થોડી વાર સુધી અંબાલાના આકાશમાં ગર્જના કરતા ઉડાન ભરી અને પછી એરબેઝ પર સ્મૂથ લેન્ડિગ કર્યું. પાંચેય રાફેલ એક જ એરસ્ટ્રિપ પર એક પછી એક કરીને લેન્ડ થયા હતા. રાફેલના લેન્ડિંગ પછી પ્રધાનમંત્રી મોદીએ સંસ્કૃતમાં ટ્વિટ કરીને લખ્યું, રાષ્ટ્ર રક્ષાથી વધીને ન કોઈ પુણ્ય છે, ન કોઈ વ્રત છે, ન કોઈ યજ્ઞ છે.

આ પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે રાફેલના લેન્ડિગ પછી ટ્વિટ કરી લખ્યું કે, ભારતની જમીન પર રાફેલનું ઉતરવું સૈન્ય ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત છે.

UAEથી જ્યારે રાફેલે ઉડાન ભરી તો થોડીવાર બાદ ભારતીય વાયુસીમામાં પ્રવેશ કર્યો હતો. જ્યારે આ પ્લેન અરબ સાગરથી પસાર થયા તો INS કોલકાતાના કન્ટ્રોલ રૂમથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન INS કોલકાતા કન્ટ્રોલ રૂમની અંદરથી કહેવામાં આવ્યું કે, ઇન્ડિયન નેવલ વૉર શિપ ડેલ્ટા 63 એરો લીડર. મે યૂ ટચ ધ સ્કાય વિથ ગ્લોરી, હેપ્પી હન્ટિંગ, હેપ્પી લેન્ડિંગ.

રાફેલ અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે. પ્લેનની સાથે મેટેઅર મિસાઇલ પણ છે. પ્લેનમાં ફ્યૂઅલ ક્ષમતા 17,000 કિલોગ્રામ છે. પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે રાફેલને ટ્રાયલ માટે સ્પાઇસ 2000 બોમ્બની જરૂર પડી શકે છે, તેથી તેની ડિલીવરીમાં વિલંબ થયો.

રાફેલ ફ્રાન્સની કંપની ડસોલ્ટ એવિએશન નિર્મિત બે એન્જિનવાળું મધ્યમ મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (MMRCA) છે. રાફેલ ફાઇટર પ્લેનોને ઓમનિરોલ પ્લેનોના રૂપમાં રાખવામાં આવ્યા છે, જે યુદ્ધમાં અગત્યની ભૂમિકા નિભાવવામાં સક્ષમ છે. તે પોતાનું કામ સચોટપણે કરી શકે છે. વાયુ વર્ચસ્વ, હવાઈ હુમલા, જમીનથી સમર્થન, ભારે હુમલા અને પરમાણુ પ્રતિરોધ, કુલ મળીને રાફેલ પ્લેનોને વૈશ્વિક સ્તરે સૌથી વધુ સક્ષમ ફાઇટર પ્લેન માનવામાં આવે છે.

 16 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર