મુકેશ અંબાણી નાદાર થઈ ચૂકેલી આ કંપનીને ખરીદી શકે છે…

અમદાવાદની કંપની પર અંબાણીની નજર

દેશ-એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે નાદાર બનેલી સિન્ટેક્સ(Sintex)કંપનીને ખરીદવા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EoI)આપ્યો છે. RILએ સિન્ટેક્સ ખરીદવા માટે એસેટ્સ કેર એન્ડ રિકન્સ્ટ્રક્શન (ACRE)સાથે ભાગીદારીમાં EoI આપ્યું છે.

આ સિવાય આદિત્ય બિરલા એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીના રોકાણવાળી વાર્ડ ગ્રૂપની કંપની, Welspun Groupની એક કંપની, એડલવાઈસ ઓલ્ટરનેટિવ એસેટ્સ એડવાઈઝર્સ, ટ્રાઈડેન્ટ લિમિટેડ અને ઈન્ડોકાઉન્ટ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવ્યું છે તે પણ Sintex ખરીદવાની રેસમાં છે.

Ares SSG Capital ફેબ્રિક બિઝનેસ સંબંધિત સિન્ટેક્સમાં મોટો હિસ્સો ધરાવે છે. સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝની વેબસાઇટ અનુસાર, કંપની Armani, Hugo Boss, Diesel અને Burberry જેવી વૈશ્વિક ફેશન બ્રાન્ડ્સને ફેબ્રિક સપ્લાય કરે છે.

નોંધનીય છે કે, સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેટ ઈન્સોલ્વન્સી એન્ડ રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP)માંથી પસાર થઈ રહી છે. સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ સામે નાદારીની પ્રક્રિયા આ વર્ષે એપ્રિલમાં NCLTની અમદાવાદ શાખામાં શરૂ કરવામાં આવી હતી. કંપની સપ્ટેમ્બર 2019માં Invesco Asset Management (India) Pvt Ltdને રૂ. 15.4 કરોડની ચુકવણી કરવામાં નિષ્ફળ રહી હતી. કંપનીના રિઝોલ્યુશન પ્રોફેશનલે 27 નાણાકીય લેણદારોના રૂ. 7,534.6 કરોડના દાવા સ્વીકાર્યા છે.

સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ પર DFC Bank, Axis Bank, RBL, Aditya Birla Finance, IndusInd Bank, Life Insurance Corporation અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું દેવું છે. જ્યારે પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક અને કર્ણાટક બેંકે કંપનીના ખાતાએ છેતરપિંડી તરીકે જાહેર કર્યા છે.

 74 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી