September 23, 2021
September 23, 2021

ડીલ પર સુપ્રીમની રોક બાદ અંબાણીને રૂ. 3,366 કરોડનું નુકસાન

જેફ બેજોસની સંપત્તિ રૂ. 8,158 કરોડ વધી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ફ્યૂચર ગ્રુપ વચ્ચે થનારી 24,731 કરોડ રુપિયાની ડીલ પર સંકટના વાદળ ઘેરાયા છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં અમેરિકાની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અમેઝોનના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે ઓક્ટોબરમાં સિંગાપુરનની મધ્યસ્થ અદાલત દ્વારા સંભળાવાવમાં આવેલો ચુકાદો યોગ્ય છે. ઉલ્લેખનીય છે કે સિંગાપુરની અદાલતે આ ડીલ પર રોક લગાવી હતી.

સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ફ્યુચર્સ ગ્રુપ વચ્ચેની ડીલ ઉપર સ્ટે લગાવ્યા બાદ રિયલ ટાઈમમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં રૂ. 3366 કરોડ (454 મિલિયન ડોલર)નો ઘટાડો થયો છે. આ ડીલ સામે વાંધો ઉઠાવનાર અગ્રણી ઇ-કોમર્સ કંપની અમેરિકાની અમેઝોનના સ્થાપક જેફ બેજોસની નેટવર્થ ફોર્બ્સના રિયલ ટાઈમ ડેટા મુજબ રૂ. 8158 કરોડ (1.1 અબજ ડોલર) જેટલી વધી છે.

રિલાયન્સની માર્કેટ કેપમાં રૂ. 27,000 કરોડનું ધોવાણ

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના આંકડા મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ. 27,000 કરોડથી પણ વધારેનું નુકસાન થયું છે. 5 ઓગસ્ટે RILનું માર્કેટ કેપ રૂ. 13.52 લાખ કરોડ હતું જે આજે 6 ઓગસ્ટે બપોરે 1 વાગ્યે રૂ. 13.25 લાખ કરોડ પર પહોંચ્યું હતું. રિલાયન્સના સ્ટોકમાં ઘટાડો ચાલુ રહેશે તો આ ઘટાડો વધીને રૂ. 30,000 કરોડ થઈ શકે છે તેમ જાણકારોનું માનવું છે.

સ્ટે બાદ રિલાયન્સનો શેર 2% જેવો તૂટયો

ડીલ પર સ્ટે મુકાયાના સમાચારો આવ્યા ત્યારથી જ રિલાયન્સના શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. રિલાયન્સનો શેર આજે 2125.20 પર ખૂલ્યા બાદ ઘટીને આ લખાય છે ત્યારે બપોરે 1:20 કલાકે શેર રૂ. 40.45 ઘટીને રૂ. 2092.85 પર ટ્રેડ થઈ રહ્યો છે.

 79 ,  1