September 19, 2021
September 19, 2021

અંબાણી વિશ્વની સૌથી જાણીતી સેન્ડવિચ બનાવતી કંપની ખરીદવાની તૈયારીમાં

અંબાણીને Subwayનો સ્વાદ ગમ્યો, ટાટાને આપશે ટક્કર…!

દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી પાછલા થોડા સમયથી ઝડપથી પોતાના વ્યાપારનો વિસ્તાર કરી રહ્યા છે. મુકેશ અંબાણી વિશ્વની સૌથી મોટી સિંગલ બ્રાન્ડ રેસ્ટોરેન્ટ ચેન સબવે ઈંકની ભારતીય ફ્રેન્ચાઈઝી ખરીદવાની યોજના બનાવી રહી છે. એક રિપોર્ટ અનુસાર આ સોદો 1488થી 1860 કરોડ રૂપિયામાં થઈ શકે છે.

સબવે ઈંક સેન્ડવિચ બનાવવાનો વ્યાપાર કરે છે આ કંપનીનું મુખ્ય કાર્યાલય અમેરિકામાં છે. હવે કંપની ભારતમાં ક્ષેત્રીય ફ્રેન્ચાઈઝી મોડલ દ્વારા વ્યાપાર કરે છે. હાલ કંપની દુનિયાભરમાં પોતાનો વ્યાપારનું રિસ્ટ્રક્ચરિંગ કરી રહી છે. તેના માટે કંપની પોતાની મુડી અને મેન પાવરમાં ઘટાડો કરવા માંગે છે. કોવિડના કારણે વ્યાપાર પ્રભાવિક થવાના કારણે રિસ્ટ્રક્ચરિંગની પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે.

જો વાતચીત સફળ રહેશે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને દેશભરમાં Subwayના લગભગ 600 સ્ટોર્સ મળશે. એક અહેવાલ મુજબ, જો રિલાયન્સ સબવે ખરીદે છે તો તે ડોમિનોઝ, પિઝા હટ, બર્ગર કિંગ, સ્ટારબક્સ વગેરેને જબરદસ્ત પડકાર આપશે.

નોંધનીય છે કે, રિલાયન્સ રિટેઈલ અત્યારે ઓનલાઈન રિટેઈલ, મ્યુઝિક, ફાર્મસી, ફેશન અને ફર્નિચર જેવા બિઝનેસ કરી રહી છે. હવે, બહુ જલ્દી રિલાયન્સ સબ-વે ફૂડ પર ટેકઓવર કરતી જોવા મળી શકે છે અને આ સાથે જ મુકેશ અંબાણીની ગ્રુપ ઓફ કંપનીમાં એક નવું પીંછું ઉમેરાઈ જશે.

 69 ,  1