વર્લ્ડકપ ટીમમાં સિલેક્ટ ન થતા અંતે અંબાતી રાયડૂએ ક્રિકેટને કહ્યું અલવિદા

ભારતીય મિડલઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડૂ(33)એ બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેમને BCCIને ચિઠ્ઠી લખીને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. રાયડૂએ બુધવારે આ જાહેરાત કરી હતી. વિશ્વ કપ માટે પસંદ કરવામાં આવેલી 15 લોકોની ટીમમાં રાયડૂને સ્થાન મળ્યું ન હતું. જે બાદમાં શિખર ધવન અને વિજય શંકર ઘાયલ થયા પછી પણ અવેજીના રૂપમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી.

રાયડૂને વિશ્વ કપ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો હતો. શિખર ધવન વિશ્વકપમાંથી બહાર થયા બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટે રિષભ પંતની પસંદગી કરી હતી. ઓલરાઉન્ડર વિજય શંકર ઈજાગ્રસ્ત થયા બાદ વિશ્વકપમાંથી
બહાર થયો અને તેના સ્થાને મયંક અગ્રવાલની પસંદગી કરવામાં આવી હતી.

ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે 15 સભ્યોની ટીમની પસંદગી કરતા વિજય શંકરને 3D પ્લેયર કહ્યો હતો. જે બાદમાં ટીમમાં ન પસંદગી પામવા પર અંબાતી રાયડૂએ જણાવ્યું હતું કે હવે મેં વર્લ્ડ કપ જોવા માટે 3D ચશ્માનો ઓર્ડર આપી દીધો છે. કદાચ પસંદગીકારોએ આવા નિવેદનથી નારાજ થઈને બે ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવા છતાં ટીમમાં અંબાતી રાયડૂની પસંદગી કરી ન હતી.

આ પહેલા પ્રથમ જુલાઈના રોજ આઈસલેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાની ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપર પોસ્ટ મૂકીને અંબાતી રાયડૂને પોતાના દેશનું નાગરિત્વ સ્વિકારવાની અને પોતાના દેશ વતી રમવાની ઓફર કરી હતી.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી