કોરોનાની અસરના પગલે AMC બજેટના કદમાં ધરખમ ઘટાડો!

કમિશનરે 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2021 2022 નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનરે રજુ કર્યું હતું. આ બજેટમાં કોરોનાની અસરના પગલે બજેટના કદમા ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. કમિશનરે 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. જે ગત વર્ષ કરતાના ડ્રાફ્ટ  બજેટ કરતા 1432 કરોડનો ઘટાડો  જોવા જોવા મળે છે.

આ બજેટના મુખ્ય હાઇલાઇટની વાત કરવામાં આવે તો અમદાવાદીઓ પર કોઈ પણ પ્રકાર નો કરવેરો ઝીકવામાં આવ્યો નથી. નવા પ્રોજેક્ટો જાહેર કરવામાં આવ્યા નથી. પ્રગતિમાં રહેલા પ્રોજેક્ટોને પૂર્ણ કરવામાં ભાર આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં જોડાયેલા વિસ્તારોના વિકાસ માટેના કામો જોઈએ તો… 

 • બોપલ ઘુમા ચિલોડા કઠવાડાના વિકાસ માટે 110 કરોડની જોગવાઈ
 • 120 કરોડના ખર્ચે વીએસ 95 કરોડ માટે શારદાબેન અને 115 કરોડ એલ જો હોસ્પિટલ માટેની જોગવાઈ
 • 11 નવા અર્બન હેલ્થ સેન્ટર માટે 15 કરોડની જોગવાઈ
 • સિનિયર સીટીઝન માટે આંતરરાષ્ટ્રીય ધરાધોરણ સાથે જીરિયાટ્રિક વિભાગ એસવીપીમાં શરૂ કરવામાં આવ્યો
 • 310 કરોડના ખર્ચે નવા 4 ફ્લાય ઓવર બ્રિજ (જેમાં ઘોડાસર સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ,પલ્લવ પ્રગતિનગર જંકશન ફ્લાય ઓવર બ્રીજ, સતાધાર ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રિજ,નરોડા પાટિયા ફ્લાય ઓવર બ્રિજ)
 • 10 કરોડના ખર્ચે ગાંધી આશ્રમનો વિકાસ થશે
 • હાઉસીંગ ફોર ઓલ માટ 20,489 આવાસો બનાવવાનો પ્રોજેકટ
 • રેવન્યુ આવક 5337.50 કરોડ આવકનો અંદાજ
 • રેવન્યુ ખર્ચ 3912.50 કરોડનો અંદાજ જે ગત વર્ષ કરતા 5.63 ટકા ઘટ્યો છે
 • કેપિટલ ખર્ચ 3562.50 કરોનો અંદાજ
 • 2021-22 વિકાસના કામો માટે 3562.50 કરોડ જોગવાઈ
 • વિકાસના કામો માટે ટ્રાન્સફર કરાયેલા 1425 કરોડ કરવામાં આવ્યા
 • અર્બન ટ્રાન્સપોર્ટ માટે amtsની 700 બસો અને ajlની 250 બસો, મળી કુલ 950 બસો
 • કુલ નવી 150 મીડી બસો ખરીદવાની આયોજન
 • બીઆરટીએસ માટે 150 મીડી ઇલેક્ટ્રોનિક બસો
 • કોમ્યુનિટી હોલ અને ઓડિટોરિયમ માટે 30 કરોડની જોગવાઈ
 • પશ્ચિમ ઝોન ચાંદખેડામાં કોમ્યુનિટી હોલ, ઉત્તર પશ્ચિમ ઝોન ગોતા ચંદલોડિયા વોર્ડમા કોમ્યુનિટી હોલ
 • સાઈઝૂલેલલ ઓડિટોરિયમ કમ બેંકવેટ હોલ
 • ફાયર કવાર્ટર અને સ્ટેશન માટે રૂ.16.50 કરોડ
 • નિકોલ અને નરોડામાં કામ પ્રગતિમાં. ગોતામા નવું ફાયર સ્ટેશન બનશે
 • શહેરમાં નવા 8 ટેનિસ કોર્ટ બનવવાવા માં આવશે
 • કોર્પોરેશનએ સરકારી પ્લોટ વેચીને 1000 કરોડના ભંડોળનો લક્ષ્યાંક
 • આગામી વર્ષે 19 જેટલા સ્માર્ટ વોટર એટીએમ બનવામાં આવશે

 20 ,  1