BU પરમિશન વગરના એકમો સામે AMCના આકરા પગલા..

શહેરમાં 232 યુનિટ સીલ કરવામાં આવ્યા 

અમદાવાદમાં BU પરમિશન વગરના ચાલતા એકમો સામે AMCએ લાલ આંખ કરી છે. શહેરમાં વેદિકા રેસિડેન્સી, પંચધારા કોમ્પલેક્ષ સહિત 9 સ્થળો પર કોર્પોરેશન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રહેણાંક સહિત કોમર્શિયલ એકમો સીલ કરવામાં આવ્યા હતા જે વિસ્તારમાં BU પરમિશન વગર જ બિલ્ડિંગ ઉપયોગ કરાતો તેની સામે કોર્પોરેશન વિભાગે કાર્યવાહી કરી હતી. આમ AMC દ્વારા 232 યુનિટ સીલ કરવામાં આવ્યા હતા.

બે બિલ્ડીંગમાં 60 દુકાનો અને હીરાનુ કારખાનું સીલ

સુરતમાં પણ ગઈ કાલે BU પરિમશન વગર ચાલતી 145 હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી જ્યારે મોટા વરાછા અને અડાજણમાં 266 દુકાનો પણ સીલ કરાઈ હતી, મોટા વરાછામાં 170 અને અડાજણમાં 96 દુકાનો સીલ કરાઈ હતી. ત્યારે આજે પણ ડીંડોલીમાં સાઈ સૃષ્ટિ બિલ્ડીંગના ચાર માળ સીલ કરવામાં આવ્યા છે. અશ્વનિકુમાર રોડ ખાતે રેડ ટર્નિંગ બિલ્ડીંગ સહિત બે બિલ્ડીંગમાં 60 દુકાનો અને હીરાનુ કારખાનું પણ સીલ કરવામાં આવ્યું છે. મહત્વવું છે કે હાઈકોર્ટના આદેશ બાદ મનપા દોડતું થયું છે.

આગામી દિવસોમાં પણ સીલિંગની કામગીરી યથાવત રહેશે

ઉલ્લેખનિય છે કે અગાઉ કોવિડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ સામે આવતાં હાઇકોર્ટમાં થયેલી રિટ પીટીશનને ધ્યાનમાં રાખી 29 નવેમ્બરે આવી મિલકતોને તાકીદે સીલ મારવા સૂચના અપાઇ હતી. 23 ડિસેમ્બરે કોર્ટમાં સંભવત કાર્યવાહી મુદ્દે સુનાવણી હાથ ધરાનાર છે ત્યારે મહાનગર પાલિકાઓએ BU પરમિશન મુદ્દે કવાયત હાથ ધરી છે. જેને પગલે આગામી દિવસોમાં પણ સીલિંગની કાર્યવાહી ચાલુ રહેશે તેવું લાગી રહ્યું છે.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી