AMCએ કહ્યું- જીમ ખુલશે તો કાર્યવાહી થશે.., સંચાલકોમાં ભારે અસમંજસ

નવો આદેશ ન થાય ત્યાં સુધી જીમ બંધ રાખવા હુકમ – AMC

કોરોનાના કેસ સતત વધતા સ્પોર્ટસ સંકુલ, જિમ અને ગાર્ડન બંધ કરવાનો તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે 17મી માર્ચના રોજ અમદાવાદ શહેરના ક્લબ અને તમામ જીમ બંધ કરવાનો આદેશ કર્યો હતો. જે બાદ નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી જીમ બંધ રાખવા હુકમ કર્યો હતો. બીજી તરફ કેન્દ્ર સરકારની ગાઈડલાઇન આવતા તમામ જીમ ફરી ખુલી ગયા છે. પરંતુ ઘડાઘડ જિમના દરવાજા શરૂ થઈ રહ્યાં છે. બે દિવસથી અમદાવાદમાં જીમ ખોલવા મામલે ભારે અસમંજસ જોવા મળી હતી. પોલીસ કમિશનરને આદેશને આધાર બનાવી સંચાલકોએ જીમ ખોલ્યા છે. પરંતુ આ વચ્ચે એએમસીનું મોટુ નિવેદન સામે આવ્યું છે. AMCના સોલિસ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કહ્યું જીમ ખુલશે તો કાર્યવાહી થશે. 

અમદાવાદ શહેરમાં કોરોના ગાઈડલાઈન મુજબ, શહેરમાં ફરી તમામ જીમનેશયમ શરૂ થયા છે. જીમનેશયમ ઓપન થવા અંગે સંચાલકોમાં ભારે અસમંજસ જોવા મળી છે. જીમનેશયમ બંધ કરવાનો આખરી આદેશ AMC એ આપ્યો હતો. જોકે, બે દિવસથી શહેરમાં અનેક જીમ ખૂલી રહ્યાં છે. ત્યારે એક જીમ સંચાલકે જણાવ્યું હતું કે, AMC તરફથી અમને કોઈ સ્પષ્ટતા મળી નથી. અમે શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ જ અમલ કરી રહ્યા છે. તમામ શોપ અને નિયમોના પાલન સાથે જ જીમ ચાલી રહ્યા છે. જીમ બંધ કરવાના આદેશ કરનારા એએમસીની જિમ ખોલવા અંગે કોઈ સ્પષ્ટતા નથી. એએમસીના અધિકારીઓ હાલ આ મુદ્દે કંઈપણ કહેવા પણ તૈયાર નથી.

 65 ,  2