સાવધાન! AMCની ટીમ નિકળી પડી છે ચેકિંગમાં, જાહેરનામાનો ભંગ કરાનારા વિરૂદ્ધ થશે કડક કાર્યવાહી

ગાઈડલાઈનનો અમલ કરવા કોર્પોરેશન અને શહેર પોલીસની કડક કાર્યવાહી

કોરોનાના વધતા જતા કેસના લીધે રાજ્ય સરકારે હોળી પર રંગોથી રમવા પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે અમદાવાદમાં એમએમસી દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, મોટા બંગલાઓમાં 40-50 લોકો હોળી રમતા હશે તેમના પાણીના કનેક્શન પણ કાપી નાખવામાં આવશે. ત્યાં સુધીની એએમસી દ્રારા તૈયારી કરવામાં આવી છે. 

પોલીસ કમિશનરના જાહેરનામા અને AMCની ગાઈડલાઈનનો અમલ કરવા કોર્પોરેશન અને શહેર પોલીસ આજે શહેરમાં ધૂળેટીના તહેવાર ઉજવનાર કડક કાર્યવાહી કરવા સવારથી જ અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ માટે AMC અને JETની ટીમો નીકળી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો દ્વારા એસજી હાઇવે પર કર્ણાવતી કલબ, જમાલપુર જગન્નાથ મંદિર, સ્વામિનારાયણ મંદિર, મણિનગર રામજી મંદિર, વસ્ત્રાપુર સુરેલ એપાર્ટમેન્ટ, ખોખરા કમલ સોસાયટી, પરિશ્રમ સોસાયટી વગેરેમાં ચેકિંગ શરૂ કર્યું હતું.

કોરોના સંક્રમણને કાબૂમાં લાવવા માટે આ વર્ષે પણ હોળી-ધૂળેટીના તહેવાર ઉજવવા પર પ્રતિબંધ છે. ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે, ધુળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મોટી સોસાયટીઓમાં લોકો હોળી રમતાં પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરી અને ગટર તેમજ પાણીના કનેકશન કાપી નાખવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે.

આજે પોલીસ અને AMCની ટીમો શહેરના તમામ ઝોનમાં ફરશે અને જે પણ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. અનેક મંદિરોમાં ગુલાલ અને રંગ સાથે હોળી રમી શકાશે નહી,તમામ મંદિરોને સુચનાઓ આપવામાં આવી છે. શહેરમાં આવેલી મોટી ક્લબ, પાર્ટી પ્લોટ, સમાજની વાડી, સ્વિમિંગ પૂલ સહિતના સ્થળોએ ઉજવણીના કાર્યક્રમો બંધ રહેશે.સોસાયટીઓમાં પણ ટોળા વળીને પાણી કે કલરથી કરાતી હોળીની ઉજવણી બંધ રાખવામાં આવી છે. સોશિયલ મીડીયા કે મીડિયાના માધ્યમથી જો લોકો હોળી ધૂળેટીનો તહેવાર ઉજવતાં ધ્યાને આવશે તો તેને આધાર ગણી અને કાર્યવાહી કરવામાં આવશે.

 70 ,  3