AMCનો મહત્વનો નિર્ણય : વેકસીન વગર ‘No Entry’ !

AMTS-BRTS, કાંકરિયા, રિવરફ્રન્ટ, સહિત વેકસીન નહિ લેનારને 20 સપ્ટેમ્બરથી નહિ અપાય પ્રવેશ…!

અમદાવાદ સહિત ગુજરાતમાં ભરમાં કોરોના વાઈરસની બીજી લહેરે જાણે વિદાય લઈ લીધી છે પરંતુ ત્રીજી લહેરની આશંકા સેવાઈ રહી છે. આ સ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત AMTS – BRTS, કાંકરિયા, રિવરફ્રન્ટ, લાઈબ્રેરી , સ્વિમિંગ પુલ , જીમખાના , સીટી સિવિલ સેન્ટરમાં વેકસીન નહિ લેનારને 20 સપ્ટેમ્બરથી નહિ અપાય પ્રવેશ…! તેમ AMCના કમિશ્નર મુકેશ કુમારે ટ્વીટ કરીને જણાવ્યું છે.

ઉલ્લખનીય છે કે વેક્સિનેશન વધે તે માટે AMC વધુને વધુ પગલા લઇ રહ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના 71માં જન્મદિવસે અમદાવાદમાં (Ahmedabad) મેગા રસીકરણ (Vaccination) અભિયાનનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને સરળતાથી રસી મળે તે માટે AMTS અને BRTS સ્ટેશન પર જ રસીકરણના બુથ લગાવ્યા છે.

તેમજ AMTSના જુદા-જુદા 12 ટર્મિનસ અને BRTSના 15 સ્ટેશન પર લોકોને રસી આપવામાં આવી રહી છે. અહીં નોકરી-ધંધે જતા લોકોને ઝડપથી રસી મળતા સમય બચી ગયો છે. જેથી લોકોએ તંત્રએ ગોઠવેલી વ્યવસ્થાના વખાણ કર્યા હતા. તેમજ AMTS અને BRTS સ્ટેશન પર સવારે 6થી લઈને રાત્રે 10 સુધી રસી આપવામાં આવશે. આ બાદ હવે AMC એ વેક્સિન ના લીધી હોય તેવા લોકોને જાહેર સ્થળોએ પ્રવેશ માટે પ્રતિબંધ લગાવ્યો છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી